નીતિન કાકાની જેમ સમય પારખી ગયેલા કોંગ્રેસના આ નેતાઓએ પણ ચૂંટણી લડવાની ના પાડી
Loksabha Elections : આજે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી થશે જાહેર,,, ગુજરાતના ઉમેદવારોનાં નામ પણ થઈ જશે જાહેર, ત્યારે ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી
Gujarat Congress Politics : કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. CEC માં ૬ રાજ્યોની ૬૨ બેઠકો પર ચર્ચા થઈ છે. આજે ગમે ત્યારે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. બીજી યાદીમાં ગુજરાતના નામોની પણ જાહેર થશે. ત્યારે આ પહેલા જ ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરે લોકસભાની ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી છે. ભાજપના સીનિયર નેતાઓની જેમ કોંગ્રેસના સીનિયર નેતાઓ પણ સાનમાં સમજી ગયા છે કે, હવે પાર્ટી તેમને ટિકિટ નહિ આપે. હવે તેમનો રાજકીય સૂર્ય અસ્ત થયો છે, ત્યારે સમય પારખી ગયેલા નેતાઓએ ખુદ જ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.
ભરતસિંહ સોલંકીએ કરી ટ્વિટ
લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં હલચલ જોવા મળી છે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. જમ્મુ કશ્મીર કોંગ્રેસના પ્રભારી ભરતસિંહ સોલંકી લોકસભા ચૂંટણી નહિ લડે. તેમણે ટ્વીટ કરી ચૂંટણી લડવા માટે અસમર્થતા દર્શાવી છે. તેમણે લખ્યું કે, તે આજીવન પાર્ટીનો કાર્યકર્તા રહીશ.
સાબર ડેરીની ચૂંટણીમાં ન ચાલ્યો ભાજપનો જાદુ, કોંગ્રેસના જશુભાઈ પટેલ બન્યા ડિરેક્ટર
જગદીશ ઠાકોર પણ નહિ લડે ચૂંટણી
ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભાની ચુંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એક વીડિયો જાહેર કરતાં જગદીશ ઠાકોરે કહ્યુ કે, હાઇ કમાન્ડે તેમણે ચુંટણી લડવા માટે આગ્રહ કર્યો હતો. જોકે રાજકારણમાં નવા ચહેરા આવે તેવી રાહુલ ગાંધીની ઇચ્છાને તેઓ માન આપે છે જેને ધ્યાને લઇ ચુંટણી ન લડવાના નિર્ણયને હાઇ કમાન્ડ સમક્ષ રાખ્યો છે. કોંગ્રેસ પક્ષે તેમને ઘણું આપ્યું હોવાથી નવા લોકોને ચાન્સ આપવાનો આગ્રહ કર્યો છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સારા ઉમેદવારોને ચાન્સ આપશે. જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવા માટે કારણ નાદુરસ્ત તબિયતને પણ આગળ ધરી છે. તેમણે જણાવ્યુ કે, હું અને મારો પરિવાર હંમેશા કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશે ચૂંટણી લડતો હતો ત્યારે અને નથી લડવાનો ત્યારે પણ ખુશ છું. કોંગ્રેસ છોડીને જનારા નેતાઓને પણ જગદીશ ઠાકોરે આડે હાથ લીધા અને કહ્યું કે, નબળા સમયમાં કોંગ્રેસ છોડીને ગયા તેમણે કુદરત માફ નહીં કરે. જ્યારે પક્ષ છોડી જનારના દુઃખના દિવસો શરૂ થાય ત્યારે સમજવાનું કે ગદ્દારીનો જવાબ મળ્યો છે.
સોમવારે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે, અસલી ગરમી તો હવે પડશે
મધ્ય ગુજરાતમાં ગૌભક્ત સોમાભાઈની ગૌ સ્ટીકની ભારે ડિમાન્ડ, હજારો ટન લાકડાને બળતા બચાવે
આ રાજ્યોની ઘણી બેઠકો પર ચર્ચા થઈ:
- રાજસ્થાનના 13
- એમપીના 16
- ઉત્તરાખંડના 5
- ગુજરાતના 14
- આસામના 13
- દમણ દીવ 1
- દિલ્હી પર આજે કોઈ ચર્ચા નથી
આજે યુપીની સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, ત્યાંથી સીઈસી પાસે નામ આવશે ત્યારે ચર્ચા થશે
આ દિગ્ગજ નેતાઓ પણ નહિ લડે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બીજી બેઠક બાદ આજે મંગળવારે બીજી યાદી જાહેર થઈ શકે છે. સોમવારે યોજાયેલી બેઠકમાં 6 રાજ્યોમાં 62 બેઠકો પર ચર્ચા થઈ હતી. જેમાં લગભગ 40 નામો પર સર્વસંમતિ થઈ છે. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ગેહલોત, સચિન પાયલટ, જિતેન્દ્ર સિંહ, દિગ્વિજય સિંહ અને કમલનાથ લોકસભાની ચૂંટણી નહીં લડે.
ગામલોકોએ ભેગા મળીને ભર્યુ દીકરીનું મામેરું, શ્રીકૃષ્ણ બનીને મામાની ફરજ અદા કરી