Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભા બેઠક જીતવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે, છતાં કોંગ્રેસ ક્યાંય કાચું કપાવા માંગતી નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસ વાવ માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. કોંગ્રેસે ત્રિસ્તરીય જવાબદારી સોંપી છે. કોંગ્રેસે વાવ પેટાચૂંટણી માટે 100 થી વધુ પૂર્વ ધારાસભ્યો, સિનિયર નેતાઓ અને હોદ્દેદારોને જવાબદારી સોંપી છે. સાથે જ સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નેતાઓની ટીમને સંયુક્ત કામ સોંપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસના આયોજન મુજબ, 8 જિલ્લા પંચાયત બેઠક અને એક નગરપાલિકાનો મોરચો સિનિયર નેતાઓ સંભાળશે. જે વિસ્તારમાં જે સમાજનું પ્રભુત્વ ત્યાં તે સમાજના આગેવાનને ખાસ ભૂમિકા સોંપાશે. વાવ વિધાનસભાથી ના હોય એમને તાલુકા પંચાયત દીઠ પ્રભારી નિમાયા છે. યૂથ કોંગ્રેસે તાલુકા-જિલ્લા પંચાયત બેઠક દીઠ જવાબદારી સોંપાઈ છે. ઈત્તર સમાજ, ઠાકોર સમાજ, અને દલિત સમાજના સંમેલન યોજવાનું આયોજન કરી દેવાયું છે. ગેનીબેન ઠાકોર ટીમ લીડર તરીકે કામગીરી કરશે. શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ પણ બાકીના દિવસોમાં પ્રચાર માટે વાવમાં જ રહેશે. 


તો આજે બનાસકાંઠાના ભાભરમાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, બળદેવ ઠાકોર, ઈન્દ્રનીલ રાજગુરુ, રઘુ દેસાઈ, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. 


ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત


કોંગ્રેસનાં સંસદ ગેનીબેન ઠાકોરે કાર્યક્રમમાં સંબોધનમાં કહ્યું કે, 13 તારીખે ચૂંટણી છે ગુલાબસિંહ ચૂંટણી લડતા હોય ત્યારે એમને જીતડવાની આપણી જવાબદારી છે. હું ઉપરાઉપરી 5 ચૂંટણી લડી. તમામ સમાજના લોકો ટિકિટના હકદાર હતા પણ એકપણ સમાજે ટીકીટ નથી માંગી અને સતત મને ટીકીટ આપવી જીતાડી છે. હું તમને ખાતરી આપું છું કે હું જિંદગીમાં એવું કામ ક્યારેય નહીં કરું કે તમારી પાઘડીને લાંછન લાગે. હું 2017માં વિધાનસભાની ચૂંટણી લડતી હતી આરપારની લડાઈ હતી. મારી સામે કોણ હતા એ આપણને ખબર છે. એ સમયે ગુલાબસિંહની ટિકિટ કપાણી હતી એ સમયે હેમાબાએ મારા માટે ગામડે ગામડે જઈને તેમની પાઘડી ઉતારી હતી. આજે કોંગ્રેસે હેમાબાના પૌત્ર ગુલાબસિંહ ઉપર પસંદગી કરી તો હું તમને હાથ જોડીને કહું છું કે ગુલાબસિંહને આપણે જીતાડવા પડે. 


ઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રી