ગૌરવ પટેલ/અમદાવાદ :ગઈકાલે ઝી 24 કલાકના માધ્યમથી કોંગ્રેસની સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો માટે સંભવિત ઉમેદવારોનુ લિસ્ટ આપવામાં આવ્યુ હતું, જેને કોંગ્રેસ આ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાની છે. ત્યારે આજે અમે તમને ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી જણાવીએ છીએ. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પંજો લહેરાવવા કોંગ્રેસના દાવેદારો તૈયાર છે. ઉત્તર ગુજરાતની 32 બેઠકોના સંભવિતો ઉમેદવારોની યાદી આ રહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સમીકરણો પર વાત કરીએ તો, 2017માં ઉત્તર ગુજરાતની 32 બેઠકો પૈકી 17 બેઠકો કોંગ્રેસે જીતી હતી. એક બેઠક વડગામથી અપક્ષ જીગ્નેશ મેવાણી જીત્યા હતા. ઉત્તર ગુજરાતની 14 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. તો છેલ્લા 5 વર્ષમાં 4 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો હતો. તો ત્યાર બાદ થયેલી પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસે દબદબો જાળવી રાખતા 3 બેઠકો જીતી હતી. 


આ રહ્યા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સંભવિત નામો 


  • વાવ- ગેનીબેન ઠાકોર (સીટીંગ)

  • થરાદ- ગુલાબસિંહ રાજપૂત (સીટીંગ)

  • ધાનેરા- નાથાભાઇ ચૌધરી પટેલ(સીટીંગ), જોઇતાભાઈ પટેલ

  • દાંતા(ST)- કાંતિભાઈ ખરાડી(સીટીંગ),  વાલકીબેન પારઘી

  • વડગામ(SC)- જીગ્નેશ મેવાણી (સીટીંગ)

  • પાલનપુર- મહેશ પટેલ (સીટીંગ), રવીરાજ ગઢવી, રાજુભાઇ જોશી

  • ડીસા- ગોવાભાઈ રબારી, નરસિંહ રબારી

  • દિયોદર- શિવાભાઈ ભુરિયા(સીટીંગ), ભરત વાઘેલા, અનિલ માળી

  • કાંકરેજ- અમરતજી ઠાકોર, ભૂપતજી ઠાકોર, સી વી ઠાકોર

  • રાધનપુર- રઘુભાઈ દેસાઈ (સીટીંગ) 

  • ચાણસ્મા- ચેહુજી ઠાકોર, દિનેશ ઠાકોર, રમેશ ઠાકોર

  • પાટણ- કિરીટ પટેલ(સીટીંગ)

  • સિધ્ધપુર- ચંદનજી ઠાકોર (સીટીંગ)

  • ખેરાલુ- મુકેશ દેસાઇ(ચૌધરી), જગતસિંહ ડાભી, 

  • ઉંઝા- અરવિદ પટેલ, પીન્કીબેન પટેલ

  • વિસનગર- કિરીટ પટેલ, જીતુ ચૌધરી, રામાજી ઠાકોર

  • બેચરાજી- ભરતજી ઠાકોર(સીટીંગ), જીએમ પટેલ, ભોપાજી ઠાકોર

  • કડી(SC)- રમેશ ચાવડા(પૂર્વ ધારાસભ્ય) પ્રવિણ પરમાર

  • મહેસાણા- ડૉ રાજુભાઇ પટેલ, ભાવેશ પટેલ, કનકસિંહ ઝાલા

  • વિજાપુર- સીજે ચાવડા (સિટિંગ બેઠક બદલવાનો પ્રયત્ન)

  • હિંમતનગર- કમલેશભાઈ પટેલ, લાલસિંહ રાઠોડ

  • ઇડર(SC)- રામભાઈ સોલંકી, નિરુબેન પંડ્યા

  • ખેડબ્રહ્મા(ST)- તુષાર ચૌધરી, રાજુભાઈ દ્રોણ

  • ભિલોડા(ST)- રાજન ભાગોર, રાજેન્દ્ર પારઘી

  • મોડાસા- રાજેન્દ્રસિંહ ઠાકોર (સીટીંગ)

  • બાયડ- જશુભાઈ પટેલ(સીટીંગ), મહેન્દ્રસિંહ વાઘેલા

  • પ્રાંતિજ- બેચરસિંહ, ભગવતસિંહ ઝાલા

  • દહેગામ- કામિનિબા રાઠોડ(પૂર્વ ધારાસભ્ય), વખતસિંહ ચૌહાણ, કાળુસિંહ વિહોલા

  • ગાંધીનગર ઉત્તર- નિશિત વ્યાસ, વિરેન્દ્રસિંહ વાઘેલા

  • ગાંધીનગર દક્ષિણ- હિમાંશુ પટેલ

  • માણસા- સુરેશ પટેલ(સીટીંગ), બાબુજી ઠાકોર

  • કલોલ- બળદેવજી ઠાકોર (સીટીંગ)


જીત હાંસિલ કરનારા ધારાસભ્યોને રિપીટ કરશે
કોંગ્રેસની ઉમેદવારોની પસંદગી પર નજર કરીએ તો, કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યોનું ક્યારેય પત્તુ કાપતુ નથી. કોંગ્રેસ પોતાના વર્તમાન ધારાસભ્યોને હંમેશા બીજી તક આપે છે. ત્યારે અનેક દિગ્ગજ ધારાસભ્યોને કોંગ્રેસ રિપીટ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા હાથ ધરાઈ હતી. કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યનું પત્તુ કાપતુ નથી. જ્યાં સુધી વર્તમાન ધારાસભ્યનું પોતાનું મન ચૂંટણી લડવાનુ ન હોય, અને તબિયત નાદુરસ્ત હોય તેવા જ કિસ્સામાં કોંગ્રેસ બીજા ઉમેદવારોને તક આપે છે. પોતાના ધારાસભ્યોને તે સતત ચૂંટણી લડાવતી હોય છે. આમ, કોંગ્રેસ સતત પોતાના ધારાસભ્યોને ચૂંટણી લડાવતી રહે છે. જેમાં કેટલીકવાર ઉમેદવારોની હાર પણ થતી હોય છે. 



કોંગ્રેસ કઈ રણનીતિ સાથે ચૂંટણી લડશે
કોંગ્રેસની બે દિવસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટિની બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. જે શુક્રવારે પૂરી થઈ છે. જેના બાદ ગુજરાતના નેતાઓ ગજરાત પરત ફર્યાં છે. જેમાં 182 બેઠકોનું લિસ્ટ લગભગ ફાઈનલ થઈ ગયું છે. કેટલીક નિર્વિવાદિત બેઠકોની યાદી ત્રણથી ચાર દિવસમાં કોંગ્રેસ જાહેર કરી શકે છે. રણનીતિની વાત કરીએ તો, અનેક બેઠકો પર સામાજિક સમીકરણ કામ કરતા હોય છે. ક્ષત્રિય, કોળી, ઓબીસી મતદારો હોય તો બીજેપી કયા મતદારો ઉભા રાખતી હોય તેના આધારે કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરતુ હોય છે. જો અને તોની સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળશે. પરંતુ ઘણી એવી બેઠકો છે જ્યાં ત્રણથી ચાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ક્યારેય જીત્યુ નથી, તેવી બેઠકો પર કોંગ્રેસ નામ જાહેરાત કરશે.