Loksabha Election 2024: સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું  ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. જો કે, આ ઘટના બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા હતા અને સુરત બેઠક પર ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા એક બેઠક ભાજપના ખાતામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની 10 બેઠકો પર છે સમગ્ર દેશની નજર, ભાજપ કોંગ્રેસના આ ધુરંધરો છે મેદાને


સુરત કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ખુલ્લી ધમકી આપી છે.  કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ધમકી આપતાં કહ્યું, જો નિલેશ કુંભાણી આવતી કાલે વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે. નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય, જેટલું રક્ષણ લેવુ હોય એટલું લઈ લે. સુરતના કોગ્રેસના કાર્યકર્તા સહિત સુરતના મતદારો સામેની ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે.


આ કાજુ કતરી તમારું ગળું ફાડી નાંખશે! જો પરિવારે ધ્યાન ન આપ્યુ હોય તો સર્જાત દુર્ઘટના


કોંગ્રેસ મીડિયા સેલના કન્વીનર કલ્પેશ બારોટે નિલેશ કુંભાણી પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે સુરત લોકસભાની ટિકીટ નિલેશ કુંભાણીને આપી હતી. પરંતુ, નિલેશ કુંભાણીએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને BJP નો એજન્ટ બનીને ભાજપ સાથે સોદાબાજી કરીને ફરાર થયો હતો. આવતીકાલે હવે ચૂંટણી થવાની છે. ત્યારે નિલેશ કુંભાણી મતદાન કરવા આવવાના હોવાની માહિતી મળી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત સુરતીઓ સાથે જે ગદ્દારી કરી છે તેનું વળતર આવતીકાલે આપવામાં આવશે. કલ્પેશ બારોટની ધમકીને લઈ ભયનો માહોલ સર્જાયો છે.


ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં શું થયો ખુલાસો?