બુરહાન પઠાણ/આણંદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોંલકીએ થોડો સમય રાજકીય વિરામ લીધા બાદ આજે આણંદ સરકીટ હાઉસ ખાતે આયોજીત મધ્ય ગુજરાત ઝોનનાં પ્રભારીની બેઠકમાં હાજરી આપી રાજકારણમાં પુનઃસક્રીય થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ થોડો સમય રાજકીય વિરામ લીધા બાદ આજથી રાજકારણમાં પુનઃ સક્રીય થયા હતા. કોંગ્રેસનાં મધ્ય ગુજરાત ઝોનનાં પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં આણંદ સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા, રાજકીય વિરામ બાદ પુનઃસક્રીય રાજકારણમાં પ્રવેશેલા ભરતસિંહ સોલંકીને ઉષા નાયડુએ આવકાર્યા હતા અને હવે મધ્ય ગુજરાતની 40 બેઠકો પર આગામી ચૂંટણીમાં કોંગ્રેસ વિજય થશે તેવી આશા વ્યકત કરી હતી.


મધ્ય ગુજરાત ઝોનનાં પ્રભારી ઉષા નાયડ઼ુએ મઘ્ય ગુજરાતમાં આવેલી 40 વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ કર્યા બાદ અંતમાં આજે આણંદ જિલ્લામાં આવેલી સાત વિધાનસભા બેઠકોનાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી હતી, તેમજ કેટલાક કાર્યકરો સાથે સીધી વાત કરી હતી. આ બેઠકમાં ભરતસિંહ સોંલકી તેમજ પ્રદેશનાં પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube