ઝી ન્યૂઝ/ગાંધીનગર; કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારાનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. કોરોનાના કારણે ચેન્નાઈમાં ડો અનિલ જોશિયારાની કોરોનાની સારવાર ચાલી રહી હતી. પરંતુ આજે 69 વર્ષની વયે ડો અનિલ જોશિયારા કોરોના સામે જંગ હારી ગયા હતા અને તેમનું નિધન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળી રહ્યું છે કે ડો અનિલ જોશિયારાના વતન ભિલોડામાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાંચ ટમ સુધી ડો અનિલ જોશિયારા ધારાસભ્ય રહી ચૂક્યા છે.


જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધનની ગૃહમાં નોંધ લેવામાં આવી છે. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે ગૃહમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યારબાદ વિધાનસભામાં મૌન પાડી ગૃહ મુલતવી રાખવાની વાત કરી હતી. ત્યારબાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસની દરખાસ્તને ટેકો આપ્યો હતો. ગૃહમાં શોક સંદેશો મોકલી, બે મિનીટનું મૌન પાડી ગૃહની બેઠક મુલતવી રાખવામાં આવ્યું છે.


નોંધનીય છે કે, કોરોનાની લાંબી સારવાર બાદ ધારાસભ્યનું નિધન થયું. ડૉક્ટર અનિલ જોશિયારા જાન્યુઆરી મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમની ચેન્નઈમાં સારવાર ચાલી રહી હતી. લાંબી સારવાર બાદ આજે બપોરે એક વાગ્યા આસપાસ તેમનું નિધન થયું. પાંચ ટર્મથી અનિલ જોશિયારા અરવલ્લીના ભિલોડાથી ધારાસભ્ય હતા. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર આપવામાં આવી.


કોણ છે કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારા
કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી અનિલ જોશીયારા ભિલોડા વિધાનસભા સીટના ધારાસભ્ય હતા. તેઓ ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી પણ રહ્યા હતા. અનિલ જોશીયારા વર્ષ 1995થી અત્યાર સુધી ભિલોડા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube