ગાંધીનગર : ગુજરાતની ભાજપ સરકાર સામે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે મુખ્યમંત્રીને મળવાનો સમય લીધો હતો. જોકે ધારાસભ્યો સાથે અન્ય નેતાઓ સુત્રોચ્ચાર સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે આવી પહોંચતાં હંગામો થયો હતો. ગેટ પર અન્ય નેતાઓને અટકાવાયા હતા અને માત્ર ધારાસભ્યોને જ અંદર જવા દેવાતાં પણ કેટલેક અંશે ઘર્ષણ થવા પામ્યો હતો. અહીં નોંધનિય છે કે, છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર રહેલા હાર્દિક પટેલની સ્થિતિ નરમ થઇ રહી છે ત્યારે વાટાઘાટો કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને પાટીદાર સમાજને અનામતનો લાભ આપવામાં આવે એવી માંગ સાથે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર છે. આજે 13મા દિવસે હાર્દિકની સ્થિતિ વધુ નરમ બની છે ત્યારે આ સરકાર કંઇ યોગ્ય નિર્ણય જાહેર કરતી ન હોવાથી કોંગ્રેસ નેતાઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે મુખ્યમંત્રી સાથે બેઠક કરવા માટે સમય માંગતાં ગુરૂવારે સાંજનો સમય અપાયો હતો. જેને પગલે કોંગી ધારાસભ્યો અને નેતાઓ સાંજે ચાર વાગે સ્વર્ણિમ સંકુલ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં સરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કરતાં હંગામો થયો હતો. ભાજપ તેરી તાનાશાહી નહી ચલેલી...ખેડૂતોના દેવા માફ કરો સહિતના સુત્રોચ્ચાર કરાયા હતા. 


હાર્દિક પટેલના ઉપવાસ: 13મા દિવસે તબિયત સામે જોખમ...


સ્વર્ણિમ સંકુલ ગેટ ખાતે પોલીસે તમામને અટકાવતાં ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે છેવટે ઓળખને આધારે માત્ર ધારાસભ્યોને અંદર જવા દેવાયા હતા. ધારાસભ્યોની હવે મુખ્યમંત્રી સાથે બેઠક થશે.