વિધાનસભામાં ફરી મુદ્દો ઉછળ્યો : ગુજરાતમાં હાર્ટ એટેક વધવાનું કારણ વેક્સીન કે દવા છે?
Gujarat Vidhansabha : કોરોના વેક્સિનના કારણે નથી આવી રહ્યા હ્રદય રોગના હુમલો..ધારાસભ્ય ખેડાવાલાના સવાલનો આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ...કહ્યું, રાજ્યમાં વેક્સિનના કારણે કોઈને નથી આવ્યો હ્રદય રોગનો હુમલો
Heart Attack Connection With Corona Vaccine : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કાર્યવાહીનો પ્રારંભ જય શ્રી રામના નારા સાથે થઈ હતી. ત્યારે ફરી એકવાર ગુજરાત વિધાનસભામાં હાર્ટ એટેક અને વેક્સીનના કનેક્શનને લઈને ચર્ચા થઈ. વધી રહેલા હાર્ટ અટેકના કેસ મામલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. કોંગ્રેસના ધાાસભ્ય ઈમરાન ખેડાવાલએ પ્રશ્ન પૂછ્યો કે, રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સા વેકસીન કે દવાની અસર છે? ત્યારે સરકારના પ્રવક્તા મંત્રીએ જવાબમાં કહ્યું કે,વેક્સીનના કારણે હાર્ટ અટેકના કેસ થતા નથી.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, રાજ્યમાં જેએન વનના કેટલા કેસ સામે આવ્યા છે. યુવાનોમાં હ્રદય રોગના હુમલા વધી રહ્યા છે તેનું કારણ શું. રાજ્યમાં હ્રદય રોગના કિસ્સા વેક્સિન કે દવાની અસર છે?
ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને લઈ અમદાવાદ પહોંચ્યુ ગુજરાત ATS, જુનાગઢ કોર્ટમાં રજૂ કરાશે
ત્યારે આ સવાલનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋશિકેષ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ કોરોનાના ૬૮ એક્ટિવ કેસ છે. રાજ્યમાં વેક્સિનના કારણે કોઈ હૃદયના હુમલા થતા નથી. કોરોનાના કારણે કેટલાક કિસ્સામાં ફાઈબ્રોસિસ થાય છે અને ફેફસાં પર અસર થાય છે. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી માટે અભિયાન હાથ ધર્યું છે.
હાર્ટ એટેકથી દક્ષિણ ગુજરાતમાં મોતનું તાંડવ : સુરતમાં 3 યુવકો ચાલુ કામમાં ઢળી પડ્યા