Gujarat Congress : કોંગ્રેસ અને આપના ધારાસભ્યો તૂટી રહ્યાં છે અને હજી વધુ તૂટશે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. આવામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસને પોતાના ધારાસભ્યો સાચવવાની અપીલ કરી છે. તેઓએ સામે બળાપો ઠાલવતા કહ્યું કે, કોંગ્રેસે હવે કચરા માટે ગંભીર બનવાની જરૂર છે. કોંગ્રેસના વધેલાં કચરાને હવે ખુણામાં સાચવીને રાખવાની જરૂર છે. કિરીટ પટેલે આ નિવેદન કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માના કચરાવાળા નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ પક્ષપલટો કરનારા કોંગ્રેસના નેતાઓને પાર્ટીનો કચરો ગણાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રઘુ શર્માએ કર્યો હતો કચરા શબ્દનો પ્રયોગ
કોંગ્રેસ નેતા રઘુ શર્માએ કચરા શબ્દનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના બાગી નેતાઓ માટે તેઓએ કચરા શબ્દનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયામાં રઘુ શર્માનું નિવેદન વાયરલ થયું હતું. કિરીટ પટેલે કચરા શબ્દને લઈને વળતો પ્રહાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી હતી. તાજેતરમાં રાજસ્થાનની ચૂંટણીમાં રઘુ શર્માની હાર થઈ હતી. 


કોંગ્રેસ તૂટી રહી છૅ : પાટણના ધારાસભ્ય પણ લાઈનમાં હોવાના સંકેત, મોટા ખુલાસા


નેતાજીનું ‘મોયે મોયે’ થયું : અહીં ભાજપનું દાળિયું ય ન આવે કહેનારાની ભાજપે દાળ માપી