મહેસાણાઃ વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. હાલ કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે, ત્યારે ઊંઝા વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ઊંઝા તાલુકાના કોંગ્રેસના સિનિયર આગેવાનોએ સ્વૈચ્છિક રાજીનામું અને નિવૃત્તિ જાહેર કરી છે. 50 કરતાં વધુ કોંગ્રેસના આગેવાનો રાજીનામું અને નિવૃત્તિ જાહેર કરી હોવાની માહિતી મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંઝા વિધાનસભામાં 40 કાર્યકરો દ્વારા રાજીનામું અપાયું હોવાની માહિતી મળી રહી છે, તો 15 જેટલા અગ્રણીઓ દ્વારા પાર્ટીમાંથી નિવૃત્તિ જાહેર કરાઈ છે. કોંગ્રેસ અગ્રણી જયપ્રકાશ પટેલ, દશરથ પટેલ મહેશ ચૌધરી સહિતના નેતાઓએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ સંજય પટેલ સહિત સમગ્ર ઊંઝા શહેર ટીમનું રાજીનામું પડ્યું છે. પાર્ટીમાં થતી અવગણનાને કારણે રાજીનામાં આપ્યા હોવાની વાત સામે આવી છે.


મહત્વનું છે કે, ઊંઝા વિધાનસભામાં કોંગ્રેસથી નારાજ આગેવાનોએ રાજીનામા આપ્યા છે. જેમાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનનાં સ્વાગત કમિટીના ચેરમેન, ઊંઝા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન દશરથભાઈ પટેલે કોંગ્રેસ છોડ્યું છે, જ્યારે ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જય પ્રકાશ પટેલે પણ કોંગ્રેસ છોડ્યું છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલે પણ કોંગ્રેસ છોડ્યું છે. આ સિવાય જિલ્લા પંચાયતના પૂર્વ ડેલિગેટ મહેશ ચૌધરીએ પણ કોંગ્રેસ છોડ્યું છે.


જુઓ આ પણ વીડિયો:-