ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં અને બારદાનમાં આગ લાગવાની ઘટનાની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં મગફળીમાં માટી અને પથ્થર નિકળાની ઘટનાએ ખેડૂતોને હચમચાવી મુક્યા છે. પેઢલા ખાતેના ગોડાઉનમાં રાખેલી મગફળી વેપારીએ ડિલીવરી લેવાનો ઇનકાર કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી કેમ કે 35 કિલો મગફળીની બોરીમાં 20 કિલો માટી  હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાત કાંગ્રેસ દ્વારા આ ઘટનાને આધાર બનાવી રાજ્યની ભાજપા સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે  વિધાનસભાની ચૂંટણી સમયે માત્ર ખેડૂતોના મત મેળવવા માટે ટેકાના ભાવે મગફળની ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી. ખરીદીની સત્તા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય તેવી સંસ્થાઓને સોંપાઇ હતી. 85 ટકા મગફળી ગુજકોટ દ્વારા ખરીદવામાં આવી પ્રથમ દિવસથી જ કાંગ્રેસના કાર્યકરો મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરતા આવ્યા છે. પુરાવાનો નાશ થતો હોય એમ મગફળીના ગોડાઉનમાં આગ લાગી અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે મગફળીના ગોડાઉનમા આગ લાગવાની ઘટનામાં સરકારના છુપા આશીર્વાદ છે.



ગુજરાત કાંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ સરકારને નિશાને લેતાં કહ્યું કે મગફળી કાંડની જાણ રાજ્યના મુખ્યમંત્રીને જાણ હોવા છતાં કોઇ પણ પગલાં લવામાં આવ્યા નથી.  કૌભાંડની યોગ્ય તપાસ પણ કરાવામાં આવી નથી. માત્ર ભાજપાના લોકોને ફાયદો કરાવવા માટે મગફળી ખરીદવામા આવી હતી. નાફેડ દ્વારા સક્ષમ સ્થાનિક સંસ્થાઓની ખરીદી માટે નિમણૂક થતી હોય છે. ગુજકોટ સંસ્થા ફડચામાં જવાની તૈયારીમાં હોવા છતાં તેનું સંચાલન ભાજપાના આગેવાનો કરતા હોવાથી તેના ખરીદીની સત્તા સોપવામાં આવી અને 9 લાખ ટન મગફળીની ખરીદી કર્યા બાદ ખરીદી પર રોક લગાડવામાં આવી હતી. મંડળી માટે એક જ લાયકાત નક્કી કરવામાં આવી હતી કે તેના આગેવાન ભાજપાના હોય અને ભ્રષ્ટાચાર કરવામાં માહિર હોય.



ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ હર્ષદ રીબડીયાએ કહ્યું કે મગફળીની ખરદીમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી છતાં સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. 5 ફેબ્રુઆારીના રોજ મંડળીના જ પાંચ સભ્યોએ લેખીતમાં અને સ્વાગત ઓન લાઇનમાં ફરીયાદ કરી હોવા છતાં કોઇ તપાસ સરકાર દ્વારા કરાઇ નહીં. ખરીદ સેન્ટરો પર ખેડૂતો પહોંચ્યા પણ ત્યાં ખેડૂતોની મગફળી સ્વીકારવામાં જ ન આવી બધા જ સેન્ટરો પર માત્ર બીજેપીના મળતિયાઓની જ મગફળી સ્વીકારવામાં આવતી હતી. મગફળી સાથે આગની તમામ ઘટનાઓમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. વિધાનસભામાં પણ અમારા દ્વારા કૌભાંડ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.  સીઆઇડી ક્રાઇમ દ્વારા આગના બનાવોમાં અવળી તપાસ કરવામાં આવી હતી. 



ગુજરાત સરકાના કૃષિ મંત્રી આરસી ફળદુના કહેવા પ્રમાણે મગફળી કાંડમાં ગમે તે હશે તેના સામે કાર્યવાહી થશે. 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી છે જેમાંથી 4 લાખ મેટ્રિક ટનનું વેચાણ થયું છે. હવે ફરિયાદ આવી છે એટલે કાર્યવાહી કરી છે. દિલીપ સાંધાણીએ પણ રજુઆત કરી છે. પણ આ મામલે પરંતુ આર સી ફળદુ કહેવાનો ઈન્કાર કર્યો હતો મંત્રી કબુલાત કરે છે પણ કાર્યવાહી ક્યારે થશે એ સવાલ છે.



મગફળીમાં આગની ઘટના
બીજી જાન્યુઆરી-2018ના દિવસે ગાંધીધામના ગોડાઉનમાં લાગેલી આગમાં 2500 ટન મગફળી બળી ગઈ.
30મી જાન્યુઆરીએ રાજકોટના ગોંડલ ખાતે ગોડાઉનમાં લાગેલી આગમાં 7000 ટન મગફળી રાખ થઈ ગઈ.
13મી માર્ચે રાજકોટનાં ગોડાઉનમાં મગફળીના લાખો કોથળાઓ બળી ગયા હતા.
19મી એપ્રિલે જામનગરના હાપામાં 350 ટન મગફળી બળી ગઈ.
5મી મેના દિવસે રાજકોટ જિલ્લાના શાપર ગોડાઉનમાં લાગેલી આગમાં ચાર કરોડની મગફળી બળી ગઈ
.