ગુજરાત કોંગ્રેસના રાજવ્યાપી દેખાવ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી રોડ ખાતે ધરણા કાર્યક્રમ
અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
અમદાવાદ: અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. મંગળવારે પાલડીમાં એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. જેમા એનએસયુઆઈના પાંચ જેટલા કાર્યકરો ઘાયલ થયા હતા. એનએસયુઆઈનો આરોપ છે કે, એબીવીપીના કાર્યકરોએ ગુંડાગીરી કરી હુમલો કર્યો હતો. જેથી તેમની વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે.
તો બીજી તરફ રાજકોટ કોંગ્રેસ અને NSUI દ્વારા ત્રિકોણબાગ ખાતે કરવામાં ધરણા કરવામાં આવી રહ્યા છે. અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
લોકોને ડરાવી ધમકાવીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં અમિત ચાવડાએ ગઇકાલે સાંજે પત્રકાર પરિષદમાં યોજીને કહ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો સામે જે હુમલો થયો તેનો વિરોધ એનએસયૂઆઈના કાર્યકર્તાઓ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આ દરમિયાન એબીવીપીના હોદ્દેદારો અને ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા હિંસક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ ઘટના અંગે જોડાયેલો એક વીડિઓ પણ દેખાડ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, આ વીડિયોમાં ભાજપના મંત્રી સ્પષ્ટ દેખાય છે.
તેમણે કહ્યું કે, લોકોને ડરાવી ધમકાવીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, દરેક વખતે આવી વિરોધ થતો હોય છે. પરંતુ આવી ઘટના ક્યારેય બની નથી. જો મોટી સંખ્યામાં પોલીજ હાજર હતી તો આ હથિયારો ક્યાંથી આવ્યા તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.
મારા પર હુમલો કરનાર ABVPના ગુંડાઓને પોલીસનો સંપૂર્ણ ટેકો: નિખિલ સવાણી
આ હુમલા પછી નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોએ દાદાગીરી કરી છે. તેમણે આરોપ મુકીને કહ્યું છે કે અમે શાંતિપ્રિય રીતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. અમારી પર ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ ગોહેલ અને હૃત્વિજ પટેલે અને તમામ લોકોએ મારા પર ચાકુ અને ડંડાથી હુમલો કર્યો હતો અને પોલીસ પણ તેમને ખુલ્લેઆમ ટેકો આપી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube