અમદાવાદમાં BRTS કોરિડોર હટાવવાની માંગ સાથે લોકોનું વિરોધ પ્રદર્શન
અમદાવાદ (Ahmedabad) માં આજે સવારે પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે યુવકોના મોત નિપજ્યા હતા. ત્યારે અમદાવાદમાં જીવલેણ બની રહેલ બીઆરટીએસ કોરિડોરને હટાવવાની માંગ સાથે અમદાવાદ કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બીઆરટીએસ (BRTS Accident) ના વિરોધમાં AMC ઓફિસ ખાતે પહોંચી ગયા છે. કોગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંગડી બતાવીને સત્તા પક્ષનો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શનને પગલે એએમસી બિલ્ડીંગ પોલીસ છાવણીમાં ફેલાઈ ગઈ હતી. તેમજ યુવકોના પરિવારજનોને સહાય કરવાની પણ માંગ ઉઠી છે.
અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં આજે સવારે પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે યુવકોના મોત નિપજ્યા હતા. ત્યારે અમદાવાદમાં જીવલેણ બની રહેલ બીઆરટીએસ કોરિડોરને હટાવવાની માંગ સાથે અમદાવાદ કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બીઆરટીએસ (BRTS Accident) ના વિરોધમાં AMC ઓફિસ ખાતે પહોંચી ગયા છે. કોગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંગડી બતાવીને સત્તા પક્ષનો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શનને પગલે એએમસી બિલ્ડીંગ પોલીસ છાવણીમાં ફેલાઈ ગઈ હતી. તેમજ યુવકોના પરિવારજનોને સહાય કરવાની પણ માંગ ઉઠી છે.
અમદાવાદ BRTS અકસ્માતના Exclusive CCTV : ભાઈઓએ ઉતાવળે બાઈક ચલાવ્યું કે, પછી ડ્રાઈવરનો વાંક હતો?
બીઆરટીએસ અકસ્માત પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ એએમસી બિલ્ડીંગ ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા. તેઓ દ્વારા અનેક માંગ કરાઈ છે, અને જો તેમની માંગ પૂરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામા આવી છે. એએમસીના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા. તો તેને પગલે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા, તેઓએ એક જ માંગ કરી છે કે, કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવે. સાથે જ તેઓએ આવી ઘટનાઓ સામે પગલા લેવામાં આવે તેવું પણ જણાવ્યું. પોલીસ દ્વારા મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ક્યાં ગઈ સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા? અકસ્માતને સ્વભાવિક પ્રક્રિયા ગણાવી...
ઉલ્લેખનીય છે કે, આજે પાંજરાપોળ પાસેના બીઆરટીએસ કોરિડોર પાસેથી પસાર થઈ રહેલા બાઈકચાલકો બસ સાથે અથડાયા હતા. બાઈક ચાલક બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જેના બાદ લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ બસ પર પત્થરમારો કર્યો હતો, તો સાથે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગઈકાલે સુરત અને આજે અમદાવાદમાં અકસ્માતને પગલે લોકો માટે બીઆરટીએસ ટ્રેક માથાનો દુખાવો સમાન બન્યા છે તેવું લોકો માને છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube