ઝી બ્યુરો/અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ આજે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી સમક્ષ હાજર થયા છે. ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બજાવેલા સમન વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરો તેમના સમર્થનમાં ઉતરી પડ્યા છે અને સમનનો વિરોધ કરી રહ્યા છે. આજે દેશભરમાં ઈડી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ ઉપરાંત દેશભરમાં પણ ઈડી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન યોજાયા છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. GMDC ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા હતા, ત્યારે પોલીસે કેટલાંક પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. બીજી બાજુ ભીડમાં ધક્કામૂક્કીના દ્રશ્યો પણ સર્જાયા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરીને વાનમાં બેસાડી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનું ઈડી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલું છે. રાહુલ ગાંધીને EDએ પાઠવેલા સમન્સનો ગુજરાત કોંગ્રેસ જોરદાર વિરોધ કરી રહ્યો છે. શહેરના GMDC હોલ ખાતે કાર્યકરો એકઠા થઈનો વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. GMDC હોલથી ED ઓફિસ સુધી કોંગ્રેસની રેલી કાઢી છે. જાણવા મળી રહ્યું છે કે, જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ થશે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલું રહેશે. રાહુલ ગાંધીને EDના સમન્સના વિરોધમાં અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનમાં મંજૂરી વગર કોંગ્રેસ કાર્યાલયથી ED ઓફીસ સુધી રેલી કાઢતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ હુરિયો બોલાવી રહ્યા છે, તો કેટલાંક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


  • અમિત ચાવડા, પરેશ ધાનાણી અને મનીષ દોશીની પોલીસે અટકાયત કરી લીધી છે.

  • વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરની તબિયત લથડી

  • પ્રતાપ દૂધાત, સુખરામ રાઠવાની પોલીસે અટકાયત કરી

  • કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર મહિલા આગેવાનના ખોળામાં ઢળી પડ્યા


National Herald Case: રાહુલ ગાંધી ઈડી ઓફિસ પહોંચ્યા, કોંગ્રેસ કરી રહી છે વિરોધ પ્રદર્શન


મનીષ દોશીનું નિવેદન
મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે રીતે કેન્દ્રની સરકાર જનતાનો અવાજ બનેલા રાહુલ ગાંધીને એનકેન પ્રકારે હેરાન કરવાના કાવતરા કર્યા એની સામે EDના સમન્સ આપવાની ઘટનામાં સમગ્ર દેશમાં, દેશના તમામ પ્રદેશોમાં કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા છે. રાહુલનો આ સત્યાગ્રહ દેશની જનતા માટેનો છે. કોંગ્રેસ માટે વાત કરવામાં આવી રહી છે કે નેશનલ હેરાલ્ડ કેસ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં એક પણ રૂપિયાની લેતીદેતી નથી. મની લોન્ડ્રિંગના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. એનો મતલબ સ્પષ્ટ છે કે આ દેશની અંદર લોકશાહીનો ખોટો ઉપયોગ કરીને રાહુલજીના અવાજને રોકવાની કોશિશ થઈ રહી છે, પરંતુ આ નિષ્ફળ કોશિશ છે.


'આ રાહુલ ગાંધી છે ઝૂકશે નહીં' ED સામે હાજર થતા પહેલા કોંગ્રેસના કાર્યકરોનું 'હલ્લાબોલ'


ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના દિલ્હી સ્થિત ઘર બહાર કાર્યકરો પોસ્ટર્સ અને બેનર્સ લઈને પહોંચી ગયા છે. આ પોસ્ટર્સમાં લખ્યું છે કે યે 'રાહુલ ગાંધી હૈ ઝૂકેગા નહીં'. એક પોસ્ટરમાં લખ્યું છે કે રાહુલજી સંઘર્ષ કરો, હમ આપકે સાથ હૈ. અન્ય એક પોસ્ટરમાં રાહુલ ગાંધીના ફોટા સાથે લખ્યું છે કે સત્ય ઝૂકેગા નહીં. આ બધા વચ્ચે પોલીસે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. પાર્ટીના લગભગ એક ડઝન જેટલા કાર્યકરોને અટકમાં લેવાયા છે. 


શું છે નેશનલ હેરાલ્ડ કેસ?


  • 1938માં કોંગ્રેસે એસોસિએટેડ જર્નલ્સ કંપની બનાવી

  • એસોસિએટેડ જર્નલ્સ નેશનલ હેરાલ્ડ છાપું બહાર પાડતી

  • 2008માં નેશનલ હેરાલ્ડના પ્રકાશનને બંધ કરવાનો નિર્ણય લેવાયો

  • 2011માં કોંગ્રેસ AJLએ 90 કરોડની દેવાદારી પોતાના પાસે લઈ લીધી

  • AJLના દેવાને પુરુ પાડવા માટે યંગ ઈન્ડિયન કંપની બનાવાઈ 

  • યંગ ઈન્ડિયનમાં સોનિયા અને રાહુલની 38-38 ટકા ભાગીદારી

  • બાકીની ભાગીદારી મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાંડીસની પાસે

  • ટેક્સ, સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવ્યા વગર યંગ ઈન્ડિયનનું અધિગ્રહણ કરવાનો આરોપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube