Gujarat Politics અમદાવાદ : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સુરતમાં પક્ષના ઉમેદવાર મુકેશ દલાલની જીત બાદ ભાજપ ઉત્સાહમાં છે અને પાર્ટીએ 400ને પાર કરવાના લક્ષ્યાંક સામે હુંકાર ભરી છે. કોંગ્રેસ હવે ચંદીગઢ મેયરની ચૂંટણીની તર્જ પર આ મામલાને કોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહી છે . ચૂંટણી પંચ સમક્ષ સુરતનો મુદ્દો ઉઠાવ્યા બાદ કોંગ્રેસની લીગલ ટીમ તેના પર વિચાર-વિમર્શ કરી રહી છે. મુકેશ દલાલ ભાજપના પહેલા એવા નેતા છે જેઓ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા છે. સુરત બેઠક ભાજપનો જૂનો ગઢ છે. આ સીટ પર 1984થી સતત ભાજપનો કબજો છે.
 
કોંગ્રેસ કોર્ટમાં પડકારશે!
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલાને કોર્ટમાં પડકારવાનો નિર્દેશ આપતા કહ્યું છે કે કાયદાકીય વિકલ્પો ખુલ્લા રાખવામાં આવશે. સુરતમાં ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારના ત્રણ પ્રસ્તાવકોની સહીઓ નકલી હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પહેલાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો ગુમ થયા હતા અને ત્યારબાદ ઉમેદવારી રદ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો : અમારા કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાય


આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી
દરમિયાન, 22 એપ્રિલે, મેદાનમાં બાકી રહેલા અન્ય આઠ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. છેલ્લે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારે લાલ ભારતીએ પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. પ્યારે લાલ ભારતીએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ માત્ર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જ મેદાનમાં રહ્યા હતા. સુરતના ચૂંટણી અધિકારી/કલેક્ટર સૌરભ પારગીએ તેમને બિનહરિફ જાહેર કર્યા અને તેમને વિજયનું પ્રમાણપત્ર આપ્યું હતું. કોંગ્રેસ હવે સુરતના કેસને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું વિચારી રહી છે.


ગુજરાત કોંગ્રેસને હચમચાવી દેતી બીજી મોટી ખબર, શું નિલેશ કુંભાણી કેસરિયા કરશે?