Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભાજપની યાદી બાદ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખતા ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસે ગત મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે. આ સાથે જ કોંગ્રેસ અનેક ધારાસભ્યોને રિપીટ કર્યાં છે. 


ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદીમાં 4 મુસ્લિમોને ટિકિટ આપી છે. પરંતુ ભાજપની યાદીમાં એક પણ મુસ્લિમને ટિકિટ આપવામાં આવી નથી. કોંગ્રેસે અબડાસા, વાંકાનેર, વાગરા અને સુરત પૂર્વમાં મુસ્લિમ ઉમેદવાર ઉતર્યા છે. અબડાસામાં મમદભાઈ જુંગ કોંગ્રેસના ઉમેદવાર બનાવાયા છે, જ્યારે વાંકાનેરમાં ધારાસભ્ય મોહમ્મ્દ જાવેદ પીરઝાદાને રિપીટ કરાયા છે. વાગરાથી સુલેમાન પટેલ અને સુરત પૂર્વથી અસલમ સાયકલવાલા ઉમેદવારને મેદાન ઉતાર્યા છે.


અનેક ધારાસભ્યોને રિપીટ કરાયા
અબડાસા, માંડવી, ભૂજ, દશાડા, લીંબડી, ચોટીલા, ટંકારા, કાલાવાડ, જામનગર સાઉથ, ખંભાળિયા, જુનાગઢ, માંગરોળ, સોમનાથ, ઉના, લાઠી, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, માંડવી, તલાજા જેવા બેઠકો પર રિપીટ થિયરી અપનાવાઈ છે. કહેવાય છે કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોનુ પત્તુ ક્યારેય કાપતી નથી. કોંગ્રેસ રિપીટ થિયરી પર કામ કરે છે. તેથી તે વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યોને રિપીટ કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube