ગૌરવ પટેલ/અમદાવાદ :તાજેતરમા જ 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk)ની પરીક્ષામાં અનેક સ્થળો પર ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે અનેક સ્થળો પર વિરોધો અને ધરણાઓ પણ કરવામાં આવ્યા હતા. જે બાદ આજે અમદાવાદમાં કોંગ્રેસ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતી મુદ્દે મહત્વનો અને અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યના અનેક સેન્ટરો પર કેવી રીતે ચોરી અને ગેરરીતિ થઈ હતી તેના સીસીટીવી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા બતાવવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ નિરીક્ષકની સામે જ ચોરી કરી રહ્યા છે તેમ છતાં કોઈ પગલા નથી લેવાઈ રહ્યાં. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આ વીડિયો (CCTV) ગુજરાત સરકાર (Vijay Rupani) પર મોટી લપડાક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં
1. ગુજરાત કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં ગેરરીતિના બે સીસીટીવી જાહેર કરાયા છે, જે પરીક્ષા ખંડના છે. જેમાં એક સીસીટીવી સુરેન્દ્રનીગરની એન, એન. વિદ્યાલયના છે, જેમાં એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ બપોરે 1.14 કલાકે ક્લાસ રૂમની બહાર નીકળે છે અને 1.42 સુધી તે પરત આવતો નથી. સંકુલના બીજા સીસીટીવીમાં આ વિદ્યાર્થી ક્યાંય દેખાતો નથી. પછી ક્લાસમાં આવીને પોતાના ખિસ્સામાંથી ચબરકી કાઢીને પેપર લખે છે.


2. બીજો વીડિયો સુરેન્દ્રનગરની સી.યુ.શાહ ઈગ્લિંશ સ્કૂલનો છે. જેમાં ત્રીજી હરોળમાં બેસેલ વિદ્યાર્થી મોબાઈલમાંથી જોઈને પેપર લખે છે. કોંગ્રેસે આક્ષેપ ક્રયો કે, પરીક્ષાર્થીઓનો આક્ષેપ કે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવની ક્વોલીટી લો કરી નાખવામાં આવી હતી. પરીક્ષા સમયે ઈન્ટરનેટ પણ ચાલુ હતું. વિદ્યાર્થી આન્સર કીનો ફોટો ક્લિક કરતો હતો તે સમયે વિદ્યાર્થી પાસે મોબાઇલ હોવાનું નિરીક્ષક અને અન્ય વિદ્યાર્થીઓના ધ્યાને આવ્યું હતું. એનએસયુઆઇનો આક્ષેપ કે આવી ગેરરીતી અનેક જગ્યાઓએ થઇ છે. સીસીટીવી માંગવા છતાં સ્કુલ સંચાલક સીસીટીવી આપતા નથી.



Viral Video : દક્ષિણ ભારતીય કલેક્ટરને લાગ્યો ગુજરાતના કસુંબીનો રંગ, કીર્તિદાન ગઢવી સાથે રેલાવ્યા સૂર


17 નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા બપોરે 12થી2 વાગ્યા દરમિયાન લેવાઈ હતી. અગાઉ પેપરલિકને કારણે આ પરીક્ષા કેન્સલ થઈ હતી, ત્યારે ગૌણ સેવા મંડળ દ્વારા બીજીવાર ખાસ તકેદારી રાખવામાં આવશે તેવી વાત કરી હતી. 17 નવેમ્બરે લેવાયેલા પરીક્ષામાં પણ પેપરની સીલ તૂટ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે કોંગ્રેસે પરીક્ષામાં કેવી રીતે ગેરરીતિ આચરવામાં આવી છે તેના પુરાવા આપ્યા છે.


ખરીદવાની હિંમત પણ ન કરી શકાય તેવા ભાવે વેચાઈ રહ્યું છે લસણ


કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ સીસીટીવી ઉજાગર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં શિક્ષણ મોંઘું થયું, ખાનગરીકરણ થયું છે. આવામાં યુવા વર્ગ ભણીને બહાર આવે અને પરીક્ષામાં આવા પ્રકારની ગેરરીતિ સામે આવે છે. પરીક્ષાર્થીઓની નોકરી મેળવવાની અપેક્ષાઓ ઠગારી નીવડી છે. સરકારી નોકરીની ભરતીમાં અનેક કૌભાંડ આવ્યા છે. આંદોલન થયા છતાં સરકાર મિલીભગતના કારણે મળતીયાઓને લાભ અપાવવા માટે પારદર્શક ભરતી કરતી નથી. બિનસચિવાલય પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં પેપર લિક થયા છે. એનએસયુઆઈની ટીમે મહામહેનતે સીસીટીવી મેળવ્યા છે. આ બેદરકારી માત્ર સુરેન્દ્રનગરની જ નહિ, પણ અન્ય સેન્ટરોની પણ છે. પરંતુ સરકાર આ કિસ્સાઓની તપાસ કરવા માંગતી નથી. મધ્યપ્રદેશના વ્યાપમ કરતાં મોટું કૌભાંડ ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં ચાલે છે. સરકાર ભાજપના મળતિયાઓને સરકારી નોકરીમાં ઘૂસાડવા માંગે છે. છેલ્લે થયેલી સરકારી ભરતીની પારદર્શક તપાસ થવી જોઇંએ. છેલ્લે લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતીને ધ્યાને પરીક્ષા રદ કરવી જોઈએ.


 સંજયભાઈ સવારે માર્કેટમાં આવ્યા તો ગાયબ હતી 250 કિલો ડુંગળી, સુરતમાં ચોરીની અનોખી ઘટના


કોંગ્રેસે જણાવ્યું કે, આખી ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ. સરકારે તમામ સેન્ટરના સીસીટીવી ઉપલબ્ધ કરવે તો ઘણી ગેરરીતી સામે આવી શકે છે. કોંગ્રેસ ગુજરાતના યુવાનોની સાથે છે. આવનારા દિવસોમાં જિલ્લા મથકે આંદોલન કરવામાં આવશે અને યુવાઓ દ્વારા ગાંધીનગર જઈને મુખ્યમંત્રીનો ઘેરાવ કરવામાં આવશે. નિષ્પક્ષ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં ન આવે. સરકાર ઉતાવળે પરીક્ષાનું પરિણામ જાહેર કરવા તૈયારી કરી રહી છે. ત્યારે એનએસયુઆઈ દ્વારા નંબર જાહેર કરી જે પરીક્ષાર્થીઓ પીડિત હોય એમની પાસેથી માહિતી એકત્ર કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube