ઝી બ્યુરો/ગાંધીનગર: પૂર્વ મંત્રીઓ દ્વારા સરકારી બંગલા ખાલી ન કરાતા હોવાનો કોંગ્રેસના આરોપ બાદ રાજકીય આક્ષેપબાજીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે ફોટો સાથે દાવો કર્યો છે કે પૂર્ણેશ મોદી અને જિતુ ચૌધરીએ હજુ સુધી સરકારી બંગલા ખાલી નથી કર્યા. આ સિવાય વિનુ મોરડીયા, કિરીટસિંહ રાણા અને રૂપાણી સરકારના અમુક મંત્રીઓએ હજી સુધી બંગલો ખાલી કર્યા નથીનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા જીતુ ચૌધરીએ જણાવ્યુ કે વિધાનસભા ચાલુ હોવાથી અને ક્વાર્ટરનું રિનોવેશન થયા બાદ પજેશન મળશે એટલે તરત બંગલો ખાલી કરી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BIG NEWS: તલાટી પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જાણો ક્યારથી ડાઉનલોડ થશે કોલ લેટ


રાજ્યના પૂર્વ મંત્રીઓ બંગલા ખાલી ના કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ફોટો સાથે દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે પૂર્ણેશ મોદી અને જીતુ ચૌધરીએ હજી સુધી બંગલો ખાલી કર્યા નથી. ગઈકાલે લેવાયેલ ફોટોમાં બંનેના બંગલો પર તેમના નામની તકતી હજું લટકેલી છે. વિનુ મોરડીયા અને કિરીટસિંહ રાણાએ પણ સરકારી બંગલો ખાલી ના કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 


ગુજરાતમાં મુકાયું કોન્ડોમ વેન્ડિંગ મશીન! QR કોડ સ્કેન કરી મનપસંદ ફ્લેવરની ખરીદી કરો


કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સામે કેસ કરનાર પૂર્ણેશ મોદીએ પણ તેમનો સરકારી બંગલો ખાલી કર્યો નથી. રાહુલ ગાંધી સામે કેસ બાદ તેમણે બંગલો ખાલી કરી આપ્યો છે. પરંતુ અહીં તો જુના મંત્રીઓ બંગલો વાપરતા હોવાથી કેટલાક નવા મંત્રીઓને બંગલા મળ્યા જ નથી જેવો ઘાટ સર્જાયો છે. એટલું જ નહીં, નવી સરકાર તો ઠીક રૂપાણી સરકારના કેટલાંક મંત્રીઓએ પણ તેમના બંગલો ખાલી કર્યા ના હતા.  24થી 28 નંબરના બંગલો મુખ્યમંત્રી અને તેમનો સ્ટાફ વાપરી રહ્યા છે. જ્યારે કેટલાક મંત્રીઓએ બંગલો લીધા બાદ પણ ફ્લેટ ખાલી કર્યા નથી. 


ગુજરાતમાં કોરોનાને લઈ સારા સંકેત; આજે પોઝિટીવ અને એક્ટિવ કેસમાં ઘટાડો


હેમાંગ રાવલે પૂર્વ મંત્રીઓ પર આક્ષેપ કર્યા છે કે, વિનુ મોરડિયાએ પણ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી અને આ લોકોએ બંગલા ખાલી ન કરતા અત્યારના મંત્રીઓને હજુ બંગલા મળ્યા નથી અને તેઓ સર્કિટ હાઉસમાં રહે છે. પૂર્ણેશ મોદીએ 11 નંબરનો બંગલો આજે પણ ખાલી કર્યો નથી. આ સર્કિટ હાઉસની બાજુમાં અને મોકાની જગ્યા પર આ બંગલો છે. તેમણે કહ્યું કે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, પૂર્વ મંત્રીઓને બંગલા ખાલી કરાવવામાં આવે અને નવા મંત્રીઓને ફાળવવામા આવે.


ભણતરના ભારથી કંટાળી CEPT યુનિ.માં યુવકની આત્મહત્યા, શરીર પર સેડ ઈમોજી ટેટુથી કોકડું.


જીતુ ચૌધરીની પ્રતિક્રિયા
કોંગ્રેસના આક્ષેપ પર જીતુ ચૌધરીએ કહ્યું કે, વિધાનસભા ચાલુ હોવાથી બંગલો ખાલી કર્યો નથી અને ટૂંક સમયમાં જ ગાંધીનગરનો મંત્રી બંગલો ખાલી કરીશુ.