ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. પહેલા ચરણમાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. આજે 11 નવેમ્બર થઈ ગઈ છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કોંગ્રેસે કુલ 95 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે પ્રથમ તબક્કાની 20 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો હજી જાહેર કર્યા નથી. આ 20 બેઠકો પર ઉમેદવારોના નામોનું કોકડું ગૂંચવાયું છે. ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીએ 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આમ હવે કોંગ્રેસે કુલ 96 ઉમેદવારો જાહેર કર્યા છે. 20 બેઠકોને લઈ કોંગ્રેસ અસમંજસની સ્થિતિમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ કઈ બેઠકો પર કોકડું ગૂંચવાયું 


  • કોંગ્રેસે કચ્છની એક, સૌરાષ્ટ્રની 14 અને દક્ષિણ ગુજરાતની 5 બેઠકો પર ઉમેદવાર જાહેર કરાયા નથી. 

  • કચ્છની રાપર બેઠક પરથી ધારાસભ્ય સંતોકબેન એરઠીયાને ટિકિટ આપવી કે નહિ એની દ્વિઘા છે. 

  • જંબુસર પર સીટિંગ ધારાસભ્ય સંજય સોલંકીને લઈ પણ કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે.

  • મોરબીમાં મનોજ પનારા, કિશોર ચીખલીયા અને જયંતિ જેરાજને લઈ કોંગ્રેસ મૂંઝવણમાં છે 

  • ધ્રાંગધ્રામાં પાટીદાર કે કોળીમાંથી કોઈ એકની પસંદગી કરવા કવાયત ચાલી રહી છે

  • રાજકોટ પૂર્વ બેઠક પર ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસીથી સમીકરણ બદલાયા છે. કોંગ્રેસે અશોક ડાંગરને તૈયારી કરવા જણાવ્યા બાદ ઇન્દ્રનીલની ઘરવાપસી છે. તેથી રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના ધોરાજીના ઉમેદવાર પસંદ થયા બાદ કોંગ્રેસ પસંદગી કરશે.

  • ભાવનગર પૂર્વમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ નિર્ણય લેશે.

  • તાલાલા બેઠક પર ભગા બારડના ભાજપમાં ગયા બાદ ક્ષત્રિયની પસંદગીને લઈ વિલંબ


અશોક ગેહલોત મારશે ફાઈનલ મહોર
ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આજથી ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેઓ પ્રથમ તબક્કાની બાકી રહેલ ઉમેદવારો અંગે ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેશે. પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે તેઓ બેઠક કરશે. જેના બાદ અશોક ગેહલોત આવતીકાલે જાહેર કોંગ્રેસનો મેનિફેસ્ટો પણ જાહેર કરશે. 



આ વચ્ચે કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વેર અશોક ગહેલોત આજે ગુજરાત પહોંચ્યા છે. તેમણે એરપોર્ટ પર નિવેદન આપ્યું કે, હિમાચલમાં પણ એક તરફી ઇલેક્શન દેખાઈ રહ્યું છે. વર્તમાન સરકારનું કુશાસન, ચહેરો, ચાલ લોકો સમજી ચૂક્યા છે. આ સવાલ વારંવાર શા માટે પૂછવામાં આવે છે મને સમજાતું નથી, આ અમારી પાર્ટીનો અંદરનો મામલો છે. દેશની બહાર પણ મેસેજ છે કે દેશમાં તણાવ છે અને હિંસા છે. પરિવર્તન યાત્રાનો મેસેજ ગુજરાતના ઘરે ઘરે પોહચ્યો છે. અમે વિપક્ષની ભૂમિકા અદા કરી રહ્યાં છે. આવતીકાલે કોંગ્રેસ ઘોષણાપત્ર જાહેર કરશે. રાહુલ ગાંધી દેશમાં લોકોને જોડવા માટેનું કામ કરી રહ્યા છે.