પાટણ: કોંગ્રેસ હવે વિધાનસભાની સીટો જીતવા ભગવાનના સોગંધના ભરોસે. ચાણસ્મા વિધાનસભા બેઠકને લઈને કોંગ્રેસના 16 ટિકિટ ઇચ્છુક ઉમેદવારોએ સ્થાનિક ઉમેદવારને શપથ લેવડાવ્યા હતા. શપથ લેનારા 16 ઉમેદવારોમાંથી જો કોઈપણ ઉમેદવાર ફૂટશે તો ગોગા મહારાજ પહોંચશે તેવી સોગંધ આપીને બાંધ્યા હતા. ચાણસ્માના સ્થાનિક ઉમેદવાર લાલભાઈ પટેલે શપથ લેવડાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે. તેવામાં સ્થાનિક ઉમેદવારોની માંગ ઉઠી રહી છે. રાધનપુર-સિઘ્ઘપુર બાદ હવે આજે ચાણસ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ચાણસ્મા વિધાનસભાના ચાર તાલુકાના કોંગ્રેસના ચાલુ હોદેદારો સહિત હારેલ જીતેલ તમામ આગેવાનીની હાજરીમાં સંમેલન સાથે સ્થાનિક ટીકીટ માંગ સાથે શક્તિ પ્રદર્સન યોજવામાં આવ્યું હતું. આ બેઠક પર વર્ષો થી આયાતી ઉમેદવાર મુકવામાં આવે છે જેથી આ વખતે સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી ઉઠી માંગ ઉઠવા પામી છે.


વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેવામાં સ્થાનિક ઉમેદવારની માંગ પણ પ્રબળ બનવા પામી છે. જેને લઇ હવે વિધાનસભા સીટ પર રાજકીય પાર્ટીઓ દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પૈકી રાધનપુર, સિદ્ધપુર સીટ પર સ્થાનિક ઉમેદવાર ને લઇ ઉકળતા ચરું જેવી સ્થિતિ રાજકીય પાર્ટીઓમાં જોવા મળી રહી છે.


આજે ચાણસ્મા વિધાનસભા સીટ પર કોગ્રેસ આગેવાન કાર્યકરો દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગને લઇ હારીજ તાલુકાના નવરંગ પુરા ગામ ખાતે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ચાણસ્મા સીટ પરના કોગ્રેસના પીઢ અગેવાનો, કાર્યકરો સાથે દરેક સમાજના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સીટ પર વર્ષોથી આયતી ઉમેદવાર મુકવામાં આવે છે, જેને લઇ આ સીટ પર કોગ્રેસને હારનો સામનો કરવો પડે છે.


આગામી ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે અને જો સ્થાનિક ઉમેદવાર નહી મુકવામાં આવે તો આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મે ભોગવવું પડશે તેવો શૂર ઉઠવા પામ્યો છે. તો સાથે આ સંમેલનમાં આ બેઠક પરના 16 દાવેદારો દ્વારા જાહેરમાં શપથ લેવડાવામાં આવ્યા હતા અને દાવેદારોમાંથી કોઈ તૂટશે તો તેને ગોગા મહારાજના સોગંધ લેવડાવામાં આવ્યા હતા.


જયારે જયારે ચૂંટણીનું રણશિંગુ ફૂંકાય છે, ત્યારે વિરોધના વંટોળ ઉભા થાય છે અને કોંગ્રેસ તૂટે છે. હવે ચાણસ્મા વિધાનસભા સીટ પર આગામી ચૂંટણીમાં શુ નવા જૂની થાય છે તે તો આવનારો સમય જ દેખાડશે. 


જુઓ આ પણ વીડિયો:-