ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. આજે નિરીક્ષક અશોક ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં ‘જનઘોસણા પત્ર 2022 જનતાની સરકાર''થી ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે. જેમાં રાજ્યમાં ખેડૂતોની દેવા માફી, 500 રૂપિયામાં ગેસનો બાટલો, 300 યુનિટ વીજળી ફ્રીના વાયદાને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાયા હોવાની માહિતી મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, લોકો પાસેથી સૂચનો મેળવીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા તૈયાર કર્યા છે. ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચનો કેન્દ્ર સ્થાને હશે. કૉંગ્રેસે રાજ્ય માટે એક અને બેઠક મુજબ 182 ચૂંટણી ઢંઢેરા  તૈયાર કર્યા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ચૂંટણી ઢંઢેરા વખતે હાજર રહેશે. બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાશે.


  • સૌને ઘરના ઘર  અધિકાર અંતર્ગત ઘર નુ ઘર આપવાનુ વચન

  • પીવાનુ પાણી, ટકાઉ રસ્તા લાઇબ્રેરી, જીમ સહિતની સુવિધાઓ અપાશે

  • ઝુપડા અને ચાલીઓમાં ગટર પાણી લાઇટની સુવિધા 

  • વસતીના પ્રમાણમાં સૌચાલય બનાવશે

  • એસટી,એસસી ,ઓબીસી અને લઘુમતીને ન્યાય અપાશે

  • સ્થાનિક સ્વરાજમાં દુર કરેલી અનામત પુન લાગુ કરવામાં આવશે 

  • પછાતમાં અતિ પછાત અને અતિ ગરીબ વર્ગ પરિવાર માટે ભરતીમાં અગ્રીમતા અપાશે

  • પંચાયતી રાજમાં છિનવાયેલી સત્તાઓ સુપરત કરાશે 

  • મનરેગામાં સમયસર ચુકવણુ કરાશે

  • મહિલા સુરક્ષા

  • મેડીકલ,ઇજનેરીડ,અને એમબીએમાં પ્રવેશ કરનાર મહિલાઓને મફત લેપટોપ

  • આઠ મહાનગરોમાં મહિલાઓને રાહતદરે મુસાફરી

  • પર્યાવરણ

  • રાજ્યને અગામી પાંચ વર્ષમાં પ્રદુષણ મુક્ત બનાવવા સઘન પગલાં લેવાશે 

  • રાજ્યની તમામ નદીઓને પ્રદુષણ મુક્ત કરવા એક્શન પ્લાન

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર,બંદરો,અને ઉર્જા ક્ષેત્રે રહેલી સમસ્યાઓ દુર કરાશે 

  • ક્રુષી ક્ષેત્ર માટે ૨૫ વર્ષનુ આયોજન

  • દરેક વ્યક્તિ પોતાના ઘર પર બે કેવી વિજળી ઉત્તપન્ન કરે તે માટે સોલાર પેનલમાં સબસીડી

  • વેપાર ઉદ્યોગો સામેની અનિતિઓ દુર કરાશે 

  • વિજળીના દર,પ્રોપર્ટી ટેક્સીરીયલ,પરિવહન ટોલટેક્સ,જીએસટી દર,રોમટીરીયલ , રોયલ્ટી દર અને વ્યાજદરની સમિક્ષા કરાશે 

  • આઈટીની મર્યાદામાં આવતા પગારદાર,સ્વરોજગારીતો વેપારીઓનો વ્યવસાય વેરો માફ કરાશે

  • લોકશાહી સામેના પડકાર દુર કરાશે 

  • નાત જાત ધર્મ કે પક્ષીય ભેદભાવ વિના કાયદાનુ શાસન સ્થપાશે 

  • બિલ્કીશ બાનો કેસના આરોપીઓની  સજા માફ કરવાના નિર્ણય ને રદ કરવાની કર્યવાહી થશે

  • મોંઘવારી પર રોક લગાડવાનો કોઁગ્રસનો પ્લાન

  • શિક્ષણ અને આરોગ્યના વ્યાપારી કરણ પર રોક લગાડાશે 

  • નાગરિકો પાસેથી લેવામાં આવતા તમામ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો

  • પ્રથમ કેબીનેટમાં સરદાર સાહેબનુ સન્માન પુન સ્થાપિત કરાશે

  • વેપાર ઉદ્યોગો સામેની અનિતિઓ દુર કરાશે 

  • નાગરિકો પાસેથી લેવામાં આવતા તમામ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો

  • દરેક હાથને રોજગારનુ કોંગ્રેસનુ વચન 

  • સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતી અને પેપર લીકની ઘટના રોકવા માટે ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટટ્રેક કોર્ટની કરાશે રચના 

  • પસંદગી બોર્ડમાં પારદર્શકતા અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓની નિમણુક

  • વહિવટી અને ન્યાય તંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટે પ્રયાસ 


ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી હતી. જેના બાદ આજે સાંજે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજકોટ પૂર્વથી કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપી છે. 


આ પણ વીડિયો જુઓ:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube