કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીને ચૂંટણી પંચે મહોર મારી, 30 નેતા કરશે પ્રચાર
સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલને પણ સામેલ કરાયા છે, તો અનેક મોટા નેતાઓને ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપાઈ છે
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતની આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ (congress) ના સ્ટાર પ્રચારકોની યાદીને ચૂંટણી પંચે મહોર મારી છે. કોરોના મહામારીના કારણે ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોની યાદીમાં કાપ મૂક્યો અને મહત્તમ 30 સ્ટાર પ્રચારકોને જ મંજુરી આપવાનો નિર્યણ કર્યો છે. જેને અનુસરતાં કાંગ્રેસે 30 નેતાઓની યાદી સ્ટાર પ્રચારક માટે મોકલી હતી. જેને કેન્દ્રીય ચૂંટણી પંચે મંજૂર કરી છે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પર નજર કરીએ તો....
અહેમદ પટેલ, રાજ્યસભાના સાંસદ
રાજીવ સાતવ, પ્રભારી ગુજરાત કાંગ્રેસ
અમિત ચાવડા, પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
પરેશ ધનાણી, વિધાનસભા વિરોધપક્ષના નેતા
દિપક બાબરીયા, નેતા કાંગ્રેસ
મધુસુદન મિસ્ત્રી, પુર્વ સાંસદ
અર્જુન મોઢવાડીયા, પુર્વ પ્રમુખ ગુજરાત કાંગ્રેસ
સિધ્ધાર્થ પટેલ, પુર્વ પ્રમુખ ગુજરાત કાંગ્રેસ
શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભાના સાંસદ
હાર્દિક પટેલ, કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કાંગ્રેસ
નરેશ રાવલ, પુર્વ વિપક્ષનેતા વિધાનસભા
તુષાર ચૌધરી, પુર્વ કેન્દ્રીય મંત્રી
લાલજી દેસાઇ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ
અમીબેન યાજ્ઞીક, રાજ્યસભાના સાંસદ
નારાણ રાઠવા, રાજ્યસભાના સાંસદ
જિતેન્દ્ર બઘેલ, સહ પ્રભારી ગુજરાત કોંગ્રેસ
બિશ્વ રંજન મોહંતી, સહ પ્રભારી ગુજરાત કોંગ્રેસ
સાગર રાયકા, પુર્વ સાંસદ
કાદીર પીરઝાદા, ધારાસભ્ય વાંકાનેર
જગદીશ ઠાકોર, પુર્વ સાંસદ
રાજુ પરમાર, પુર્વ સાંસદ
પુંજાભાઇ વંશ, ધારાસભ્ય ઉના
સીજે ચાવડા, ધારાસભ્ય ગાઁધીનગર ઉત્તર
શૈલેષ પરમાર, ધારાસભ્ય દાણીલીમડા
જીતુ પટેલ, નેતા કાંગ્રેસ
ગૌરવ પંડ્યા, નેતા કોંગ્રેસ
કિશન પટેલ, પુર્વ સાંસદ
વિરજી ઠુમ્મર, ધારાસભ્ય બાબરા
ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય દરિયાપુર
અશોક પંજાબી, નેતા કોંગ્રેસ
આ તમામ નેતાઓ 8 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે મેદાને આવશે. ત્યારે તાજેતરમાં જ હોસ્પિટલમાંથી મુક્ત થયેલા ભરતસિંહ સોલંકી હજી પણ કોંગ્રેસમાં ક્યાંય પિક્ચરમાં દેખાતા નથી. તેમની તબિયત નાદુસ્ત હોવાથી તેઓને હજી પેટાચૂંટણીથી કામગીરીથી દૂર રખાયા છે.