Big Breaking : કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકરણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં પડયા હોવાનો સ્વીકાર વિધાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકરણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં પડયા હોવાનો સ્વીકાર વિધાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે. તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસના બંને ધારા સભ્યના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. આ બંને ધારાસભ્ય હવેથી ધારાસભ્ય રહેતા નથી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીના રાજીનામા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, સવારથી જ બંને ધારાસભ્યોની પક્ષની નારાજગી અંગે ચર્ચા ચાલી રહી હતી. જેના બાદ કોંગ્રેસના પ્રખુખ અમિત ચાવડાએ રાજીનામા પડ્યા ન હોવાનો ખુલાસો પણ કર્યો હતો.