• મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટેશનવાળો વાયરસ જોવા મળ્યો હતો, એ જ સ્ટ્રેઈન ગુજરાતમાં પણ વધતા કેસો માટે જવાબદાર હોવાની શક્યતા નકારી શકાય નહિ


અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યભરમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસો પાછળ વાયરસનો નવો સ્ટ્રેઈન જવાબદાર હોવાનું એક્સપર્ટ્સનું તારણ છે. કોરોનાના ડબલ મ્યુટેશન (double mutant covid) ને કારણે ગુજરાતમાં ઝડપથી લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાની શક્યતાએ ડોકટરોની ચિંતા વધારી દીધી છે. આવામાં સંક્રમિત થઈ રહેલા લોકોના સેમ્પલના જીનોમિંગ સિક્વનસિંગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર જેવો ડબલ મ્યુટેશન વાયરસ ગુજરાતમાં પણ
મહારાષ્ટ્ર (maharastra) માં ડબલ મ્યુટેશનવાળો વાયરસ જોવા મળ્યો હતો, એ જ સ્ટ્રેઈન (strain) ગુજરાતમાં પણ વધતા કેસો માટે જવાબદાર હોવાની શક્યતા નકારી શકાય નહિ. માર્ચ મહિનામાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધ્યા હતા ત્યારે સેમ્પલ ભેગા કરી જીનોમિંગ સિક્વન્સ કરાયું હતું, તેમાં જે પરિણામ આવ્યું હતું એમાં 61 ટકા સેમ્પલમાં ડબલ મ્યુટેશનવાળો વાયરસ જોવા મળ્યો હતો. ડબલ મ્યુટેશનવાળા વાયરસનું ક્લાસિફિકેશન કરી, ગયા અઠવાડિયે તેને B.1.617 નામ અપાયું હતું. 


સોસાયટીમાં 100 વ્યક્તિઓ રસી મૂકાવવા તૈયાર છે? સુરત પાલિકાને આ નંબર પર ફોન કરવો


વેક્સીન લેનારાઓમાં પણ વાયરસનું મલ્ટીપ્લીકેશન થઈ રહ્યું છે
ગુજરાત (gujarat corona update) માં પણ કોરોનાના બે મ્યુટેશન ભેગા થવાને કારણે આ વખતે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને વેક્સીનને પણ તે એસ્કેપ કરી રહ્યો હોવાની તજજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી છે. વ્યક્તિ ઇમ્યુનને આ ડબલ મ્યુટેશન કાઉન્ટર કરીને બચી રહ્યો છે, વેક્સીન આપવા છતાં કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેમણે વેક્સીન લીધી છે એ તમામ લોકોમાં ડબલ મ્યુટેશનવાળો વાયરસ પણ ઘાતક નથી સાબિત થઈ રહ્યો. જોકે વેક્સીન લીધી હોય એ વ્યક્તિમાં પણ વાયરસનું મલ્ટીપ્લીકેશન થતું હોય એવું લાગી રહ્યું છે, અને જે તે વ્યક્તિ વાયરસ અન્યમાં પણ ફેલાવી શકે છે.


ઝીનોમિંગ સિક્વનસ ગુજરાતમાં વધારવાની જરૂર 
હાલ ગુજરાતમાં જે કેસો વધ્યા છે એની પાછળ ડબલ મ્યુટેશનનો વાયરસ જવાબદાર હોય તેની પુરી શક્યતાને એક્સપર્ટ્સએ સમર્થન આપ્યું છે. આપણા રાજ્યના કેસોના ઝીનોમિંગ સિક્વનસ ઝડપથી નથી થઈ રહ્યા, જે કરાયા છે એનું પરિણામ આવ્યું નથી, એટલે હાલ ચોક્કસ કહેવું મુશ્કેલ છે. ઝીનોમિંગ સિક્વન્સ કરવા પોઝિટિવ કેસોના 5 ટકા સેમ્પલની ચકાસણી થાય એ જરૂરી છે. વિદેશમાં ઝડપથી આવી પ્રક્રિયા થાય છે એટલે તેઓને ઝડપી ખ્યાલ આવે છે કે કયો મ્યુટેશન છે અને શું તકેદારી લેવી. 


ગુજરાતમાં સેમ્પલ સાઈઝ વધારીને જીનોમિંગ સિક્વનસિંગ થાય તો મદદરૂપ સાબિત થઈ શકે છે. ડબલ મ્યુટેશનને કારણે જ આ વખતે માત્ર બે જ દિવસમાં વાયરસ દર્દીના શરીરમાં ગંભીર અસર પેદા કરી રહ્યું છે. લંગ્સમાં ઇનવોલ્વમેન્ટ થતા બે જ દિવસમાં ઓક્સિજનની જરૂર પડવા લાગે છે.