નર્મદા: ચીન સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટે હાહાકાર મચાવેલો છે. ત્યારે ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટનો પગપેસરો થઈ ચૂક્યો છે, જેના કારણે સરકાર એક્શનમાં આવી ગઈ છે અને દરેક રાજ્યને સર્તકતા રાખવા જણાવાયું છે. બીજી બાજુ ગુજરાતમાં આરોગ્ય વિભાગે લોકોને કોરોના સામે લડવા જણાવી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળાની કાતિલ ઠંડીમાં લોકો ફરવાના પ્લાન બનાવી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતાં લોકો માટે માસ્ક ફરજિયાત પહેરવા જણાવાયું છે. કોરોનાની દહેશતના પગલે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. અહીં હજારો દેશી-વિદેશી પ્રવાસીઓએ કોવિડ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. 



ગુજરાત સરકાર કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે એલર્ટ થઈ ગઈ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમોનું પાલન કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું રહેશે. આ માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ઓફિશિયલ રીતે ટિવટ કરીને આપી છે.


ગુજરાતમાં આજે કોરોનાના નવા 3 કેસ
હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસના વધુ કેસ આવી રહ્યા નથી પરંતુ, તેમ છતાં આંકડો પહેલાની સરખામણીમાં વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં આજે (રવિવાર) કોરોના વાયરસના 3 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દી સ્વસ્થ થયો છે. અત્યાર સુધીમાં 12,66,463 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં હાલ 35 એક્ટિવ કેસ છે અને 35 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 126646 લોકોને ડીસ્ચાર્જ અપાયા છે. જ્યારે 11043 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં આજે વડોદરા કોર્પોરેશનમાં કોરોના વાયરસના 2 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં એક કેસ નોંધાયો છે અને એક ડિસ્ચાર્જ અપાયો છે. રાજ્યમાં કોવિડ 19થી સ્વસ્થ થવાનો રેસિયો 99.13 ટકા છે.