ગાંધીનગર: ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. હવે તો ગુજરાતમાં ગણત્રીના કેસ જ પોઝિટિવ આવી રહ્યા છે. તો બીજી તરફ રસીકરણના મુદ્દે પણ ગુજરાત ખુબ જ આગળ છે. આજના દિવસમાં 2,84,125 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. 98.41 ટકા પર પહોંચ્યો છે. બીજી તરફ રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 90 પર પહોંચી છે. આજે 304 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં 8,10,451 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 3013 એક્ટિવ કેસ છે. જે પૈકી 09 લોકો વેન્ટિલેટર પર છે. 3004 લોકો સ્ટેબલ છે. 8,10,451 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. 10,059 લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે 3 લોકોને મોત નિપજ્યાં છે. દેવભુમી દ્વારકામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું આજે મોત નિપજ્યાં છે.


આ પણ વાંચો:- આજનું શિક્ષણ એક ફેક્ટરી ચાલતી હોય તેવું છે, આજની શિક્ષા પદ્ધતિ આપણી નથી: આચાર્ય દેવવ્રત


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે 285 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને પ્રથમ અને 10,447 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના  46,357 ને પ્રથમ અને 70,358 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં નાગરિકો પૈકી 1,52,058 લોકોને પ્રથમ અને 4647 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube