GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાના નવા કેસ 1 હજારથી નીચે, 2 લાખથી વધુ લોકોનું કરાયું વેક્સીનેશન
રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 1 હજારથી નીચે પહોંચી ગઈ છે
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 1 હજારથી નીચે પહોંચી ગઈ છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે અને સાજા થતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 996 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 3,004 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,85,378 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 96.07 ટકાએ પહોંચ્યો હતો.
આ પણ વાંચો:- રાજ્યમાં 18 થી 44 વયના 23 લાખથી વધુ લોકોને વિનામૂલ્યે વેક્સીન, એક દિવસમાં 2,63,507 યુવાનોનું વેક્સીનેશન
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 20,087 એક્ટિવ દર્દી છે, જે પૈકી 382 લોકો વેન્ટિલેટર પર છે અને 19,705 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,85,378 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,921 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
આ પણ વાંચો:- 'સ્ટેટ એક્શન પ્લાન ઑન કલાઈમેટ ચેન્જ' લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
આ ઉપરાંત વડોદરામાં 1, સુરતમાં 2, રાજકોટમાં 1, અમરેલીમાં 1, સાબરકાંઠામાં 1, અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 15 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, 18 થી 44 વર્ષની વય જુથના યુવાનોના વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 23,63,254 યુવાનોએ કોવિડ વેક્સીન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં 2,63,507 યુવાનોએ વેક્સીન લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube