ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 2252 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 1731 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 8 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 3,03,118 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,86,577 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,500 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોવિડ-19 ના 2252 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 1731 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 94.54 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,86,577 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,041 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 149 છે. જ્યારે 11,892 લોકો સ્ટેબલ છે. 4,500 લોકોનાં મોત નિપજ્યા છે.


આ પણ વાંચો:- પ્લેનમાં એક પેસેન્જરે સુંદર એરહોસ્ટેસને જોઇ કહ્યું મારી પાસે ખુબ જ પૈસા છે, ધુળેટી રમીએ તેમ કહીને...


આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 612 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 236, સુરત જિલ્લામાં 677 અને રાજકોટ જિલ્લામાં 242 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં 3 કોરોના દર્દીના મોત થયા છે. સુરતમાં 3, પંચમહાલમાં 1 અને રાજકોટમાં 1 દર્દીનું મોત થયું છે એમ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 8 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube