ઝી મીડિયા/બ્યૂરો :કોવિડ 19 મહામારીની વચ્ચે મૃતદેહોની સંખ્યા સતત વધી રહી છે, જેને કારણે હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, કટેલાક સ્મશાન ગૃહોની ભઠ્ઠીઓ પીઘળવા લાગી છે. અથવા તો તેનામાં ડેમેજ થઈ રહ્યું છે. સુરત અને મોરબી જિલ્લામાંથી આ ઘટનાઓ સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના લીલપર રોડ ઉપર વિદ્યુત સ્મશાનની ભઠ્ઠી ગઈકાલે ફાટી ગઇ હતી. વિદ્યુત સ્મશાનમાં સતત મૃતદેહોનો નિકાલ કરવામાં આવતા ભઠ્ઠી ડેમેજ થઈ હતી. લીલાપર રોડે આવેલા વિદ્યુત સ્મશાનની બે માંથી એક ભઠ્ઠી ગઈકાલથી બંઘ રાખવામાં આવી છે. તેથી હવે બે દિવસ સુધી વિદ્યુત સ્મશાનની એક ભઠ્ઠી બંધ રહેશે તેવુ તંત્ર દ્વારા જણાવાયુ હતું. આ કારણે હવે કોરોનાગ્રસ્ત દર્દીઓના બોડી તેમજ સાદી બોડીના નિકાલમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ, સુરતમાં સુરતમાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઈ છે. સતત અંતિમ સંસ્કારને લઈ બે ચિતાઓને નુકસાની થઈ છે. આ કારણે મૃતદેહોના અંતિમ સંસ્કારનું લિસ્ટ લંબાયું છે. તો સાથે જ અંતિમ વિધિ માટે સ્મશાન પર ભારણ વધ્યું છે. 


સુરતના અશ્વિની કુમાર અને રામનાથ ઘેલા સ્મશાન ઘાટના પ્રમુખ હરીશભાઈ ઉમરીગરનું કહેવુ છે કે, અહી રોજ 100 થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે. આ કારણે ચીમનીઓ ઠંડી થઈ નથી રહી અને તે પીઘળવા લાગી છે. આ રીતે સુરતના રાંદેર અને રામપુરા કબ્રસ્તાનમાં પણ મૈયત આવવાના કિસ્સા સતત ચાલુ છે. સામાન્ય દિવસોમાં અહી રોજ બે થી ત્રણ મૃતદેહો દફનાવાય છે. પરંતુ હવે આ આંકડો 10 થી 12 નો થઈ ગયો છે.