ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ફરી કોરોના વાયરસે પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં ફરીવાર લોકો કૂદકેને ભૂસકે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90  કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જેમાં ખાસ વાત એ છે કે સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા છે. બીજી બાજુ રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 336 ને પાર થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતમાં કોરોના કુલ 11,047 નાગરિકોને ભરખી ગયો
અત્યાર સુધીમાં કોરોના વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે. કુલ 12,66,781 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.11 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 336 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.



આ વિસ્તારોમાં કોરોનો વકર્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 49 નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં 10, રાજકોટ જિલ્લામાં 10, સુરતમાં 6, સાબરકાંઠામાં 5, વડોદરામાં 5, પોરબંદરમાં 2, અમરેલીમાં 1, ભરૂચ 1 અને વલસાડમાં 1  કેસ નોંધાયો છે.