Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા, એકપણ વ્યક્તિનું મૃત્યુ નહીં
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 6 કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં 3 કેસ સામે આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 10 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 6 લોકો સાજા થયા છે તો એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10942 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ 12 લાખ 13 હજાર 18 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 12 લાખ 24 હજાર 116 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 6 કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં 3 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં પણ એક કેસ નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 156 છે. રાજ્યમાં એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી. ગુજરાતનો રિકવરી રેટ 99.09 ટકા છે.
રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણની વાત કરીએ તો આજે સાંજે પાંચ કલાક સુધીમાં કોરોના વેક્સીનના 45 હજાર 116 ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોના રસીના 10 કરોડ 66 લાખ 18 હજાર 788 ડોઝ આપવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube