અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1191 નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1279 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,39,149 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાચા અર્થમાં પોલીસ બની પ્રજામિત્ર, ફરિયાદ કરો એટલે વસ્તું પાતાળમાંથી પણ શોધી આપતું અનોખુ પોલીસ સ્ટેશન


રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 52,657 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 710.11 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 52,69,542 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1191 કેસ નોંધાયા છે. જ્યારે 1279 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,39,149 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 88.36% ટકા છે.


કોર્પોરેશનની કનડગતને પગલે શાકભાજીના વિક્રેતાઓએ અર્ધનગ્ન થઇને કર્યું વિરોધ પ્રદર્શન


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,51,411 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,51,136 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 275 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 88.36 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.


Paytm ના KYC ના નામે છેતરપિંડી કરતી Jamtara ગેંગ સક્રિય, એક ઝડપાયો


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14705 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 92 છે. જ્યારે 14613 લોકો સ્ટેબલ છે. 1,39,149 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3620 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, પંચમહાલ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1 અને વડોદરા કોર્પોરેશનના 1 નો સમાવેશ થાય છે. આ રીતે ગુજરાતમાં કોરોનાને કારણે 11 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube