GUJARAT CORONA UPDATE : નવા 12 કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના લગભગ કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 12 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધી 8,15,166 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના લગભગ કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 12 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધી 8,15,166 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
ભાભીએ જેઠને કહ્યું મારો પતિનો મુંગો છે તમે મારી સાથે રોમેન્ટીક વાતો કરો અને...
ગુજરાતમાં હાલ કુલ 151 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરીકો વેન્ટીલેટર પર છે. 147 નાગરિકો સ્ટેબલ છે. 8,15,166 કોરોનાને અત્યાર સુધીમાં મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધી કોરોનાને કારણે 10081 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
KUTCH ના સાંસદ વિનોદ ચાવડાના ભત્રીજાનું ફાયરિંગમાં મોત, પોલીસે તપાસ આદરી
અત્રે નોંધનીય છે કે, આજે કોરોના વેક્સિનેશનની કામગીરી આજે બંધ હોવાના કારણે કોરોના વેક્સિનેશનના આંકડા હજી સુધી બહાર આવ્યા નથી. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી 20થી વધારે કોરોના કેસ નથી નોંધાઇ રહ્યા. કોરોના લગભગ લગભગ કાબુમાં આવી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube