અમદાવાદ : રાજ્યમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 13 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી 8,15,179 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. જે ગુજરાત માટે ખુબ જ સકારાત્મક સમાચાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્માષ્ટમીએ કાળીયા ઠાકરનો જળાભિષેક કરવા રૂઠેલા મેઘરાજાની પધરામણી, ગુજરાતમાં શ્રીકાર વર્ષા જેવી સ્થિતિ


રાજ્યમાં હાલ કુલ 150 કેસ એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 146 નાગરિકો સ્ટેબલ છે. 8,15,179 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10081 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે રાહતના સમાચાર છે. 


ગાડીનું ઉંચુ ભાડુ લેવા જતા ગાડી ગુમાવવાનો વારો ન આવે, વડોદરાના અજબ ઠગ દંપત્તીની ધરપકડ


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, કચ્છ, પોરબંદર, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાઇ ચુક્યા છે. મહેસાણામાં 1 કેસ નોંધાયો છે. આ સિવાય કોઇ પણ જિલ્લામાં કેસ નોંધાયો નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. જો કે તહેવારો ટાણે જે પ્રકારે ભીડ ઉમટી રહી છે તે જોતા કોરોના ફરી વાર બેકાબુ થઇ જાય તો નવાઇ નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube