ગાંધીનગર : રાજ્યમાં હવે કોરોના લગભગ કાબુમાં આવી ચુક્યો છે. સરકારનાં કડક નિયમન અને રસીકરણના પગલે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઘટાડો પણ આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 3,77,439 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો બીજી તરફ કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 98.31 ટકાએ પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં આજે કોરોનાનાં નવા 122 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 352 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 8,09,201 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.જો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 3883 કેસ એક્ટિવ છે. જે પૈકી 23 લોકો વેન્ટિલેટર પર છે. 3860 લોકો સ્ટેબલ છે. 809201 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10048 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે કુલ 03 લોકોનાં મોત નિપજ્યાં છે. 


તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર દિવસેને દિવસે મજબુત બનતી જઇ રહી છે. હેલ્થકેર અને ફ્રન્ટ લાઇન વર્કર્સ પૈકી 288ને પ્રથમ અને 20589 વર્કર્સને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકો પૈકી 50992ને પ્રથમ ડોઝ અને 67166 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. જ્યારે 18થી 45 વર્ષનાં નાગરિકો પૈકી 219584ને પ્રથમ ડોઝ અને 18840ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube