GUJARAT CORONA UPDATE: નવા 12,753 કેસ, 2,63,593 રસીના ડોઝ અપાયા, 5 નાગરિકોનાં મોત
ગુજરાતમાં કોરોના ધીરે ધીરે ફુંફાડા મારી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 12,753 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 5984 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,58,455 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવર રેટ 91.42 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,63,593 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના ધીરે ધીરે ફુંફાડા મારી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 12,753 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 5984 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,58,455 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવર રેટ 91.42 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,63,593 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
(ગુજરાતમાં આજે નોંધાયેલા નવા કેસ, મોત, રિકવરી અને રસીકરણના આંકડા)
મહેશનો મોહભંગ: આપના દિગ્ગજ નેતા સવાણીએ સાવરણાનો સાથ છોડી દીધો, રાજકારણ ગરમાયું
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 70374 એક્ટિવ કેસ છે. જે પૈકી 95 નાગરિકો વેન્ટિલેટર પર છે. 90279 નાગરિકો સ્ટેબલ છે. 8,58,455 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10164 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કોરોનાને કારણે કુલ 5 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, પંચમહાલમાં 1 નાગરિકનું મોત થયું હતું.
(ગુજરાતમાં આજના દિવસમાં થયેલ રસીકરણ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube