અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1281 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1274 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 8 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,91,642 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,75,362 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,823 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યમાં કોરોના બેડની સંખ્યા પર રાજીવ કુમાર ગુપ્તાના નિવેદન અને AMCના ટ્વીટમાં મોટો તફાવત


કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 54,256 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 834.71 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 69,78,249 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1281 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1274 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,75,364 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 91.50 ટકા છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ પર AMC એક્શનમાં, પાણીપુરીની લારીઓ કરાઈ બંધ


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,89,222 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,89,136 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 86 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


આ પણ વાંચો:- જૂનાગઢ અકસ્માત: બંધ રીક્ષાને ટ્રેકટરે મારી જોરદાર ટક્કર, પતિ સામે ગર્ભવતી પત્નીનું મોત


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,457 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 83 છે. જ્યારે 12,374 લોકો સ્ટેબલ છે. 1,75,362 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,823 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 8 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1 અને પાટણમાં 1 સહિત કુલ 8 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube