ગાંધીનગર :ગુજરાતમાં તબક્કાવાર રીતે કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે. કોરોનાના આંકડાઓ પણ ઘટી રહ્યા છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહીછે. આજે કુલ 1,72,901 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો 95.55 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 1333 કેસ નોંધાયા છે. જ્યારે 4098 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમા કુલ 7,75,958 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ હાલ રાજ્યમાં 26232 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 452 વેન્ટિલેટર પર છે. 25780 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 7,75,958 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 9873 દર્દીઓનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જ્યારે આજે કોરોનાને કારણે કુલ 18 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube