GUJARAT CORONA UPDATE: નવા 135 કેસ, 612 ના મોત, 03 દર્દીના મોત નિપજ્યાં
ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. 4,53,300 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. દર 98.15 ટકાએ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં 135 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 612 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 8,07,424 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. 4,53,300 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. દર 98.15 ટકાએ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં 135 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 612 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 8,07,424 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો, રાજ્યમાં 5159 કેસ કુલ છે. જે પૈકી 86 લોકો વેન્ટિલેટર પર છે. 5073 લોકો સ્ટેબલ છે. 807424 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. 10037ના અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 03 લોકોનાં મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 302ને પ્રથમ ડોઝ અને 7215 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને 67759 લોકોને પ્રથમ ડોઝ અને 50119 લોકોને બીજો ડોઝ અપાયો છે. જ્યારે 18થી 45 વર્ષ સુધીના નાગરિકો પૈકી 310741 ને પ્રથમ ડોઝ અને 17164 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube