GUJARAT CORONA UPDATE: 14 નવા કેસ, 17 રિકવર થયા, એક પણ મોત નહી
કોરોનામાં આંકડાઓમાં રોજેરોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. કાલે 34 કેસ હતા જે આજે અચાનક ઘટીને 14 થઇ ગયા છે. તો બીજી તરફ 17 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે, જેના પગલે અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચી ગયો છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાના આંકડાઓમાં સતત સુધારો થઇ રહ્યો છે.
અમદાવાદ : કોરોનામાં આંકડાઓમાં રોજેરોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. કાલે 34 કેસ હતા જે આજે અચાનક ઘટીને 14 થઇ ગયા છે. તો બીજી તરફ 17 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે, જેના પગલે અત્યાર સુધીમાં કુલ 8,15,960 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચી ગયો છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાના આંકડાઓમાં સતત સુધારો થઇ રહ્યો છે.
AHMEDABAD: પ્રેમી સાથે મોજ કરી રહેલી પત્નીએ માસ્ક વડે કરી એવી હરકત કે તમે માસ્ક પહેરવાનું છોડી દેશો
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 212 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 207 નાગરિકો સ્ટેબલ છે. 8,15,960 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે, કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ 10086 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે કોરોનાને કારણે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા આવેલા કેસની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 3, વલસામાં 3, કચ્છમાં 2 અને અમદાવાદ કોર્પોરેશન તથા જૂનાગઢમાં 1-1 કેસ સામે આવ્યા છે.
AHMEDABAD માં દશેરાના દિવસે બ્રેઇનડેડ વ્યક્તિએ 5 લોકોને નવજીવન આપ્યું
બીજી તરફ રસીકરણના મોરચો પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 90,161 રસીના શોટ અપાયા છે. હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1ને પ્રથમ અને 571 નાગરિકો રસીના બીજો ડોઝ લીધો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 7634 નાગરિકોને રસીનો પ્રથમ અને 15970 નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24045 નાગરિકોએ રસીનો પ્રથમ અને 41940 નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. આ પ્રકારે આજના દિવસમાં 91,161 નાગરિકો રસીના શોટ્સ અપાયા હતા. 6,64,21,639 કુલ રસીના શોટ્સ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube