ગાંધીનગર : રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે ધીરે ધીરે કેસ ઘટવાની સાથે સાથે રિકવરી રેટમાં પણ મોટો સુધારો થઇ રહ્યો છે. 1,96,793 વ્યક્તિઓનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા રિકવરી રેટમાં 95.21 ટકા સુધી પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં આજે 1561 નવા કોરોના કેસ નોંધાયા છ. આજે 4869 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં 7,71,860 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 29,015 કુલ કેસ છે. જે પૈકી 472 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 28,543 લોકો સ્ટેબલ છે. 7,71,860 કુલ દર્દીઓ અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ મેળવી ચુક્યા છે. 9855 લોકોનાં મોત નિપજ્યાં છે. આજના દિવસમાં કુલ 22 કોરોના દર્દીઓનાં મોત નિપજ્યાં છે. 


જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4480 લોકોને પ્રથમ ડોઝ અને 5489 વર્કર્સને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમર ધરાવતા 48,206 નાગરિકોને પ્રથમ ડોઝ અને 28,413 દર્દીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 18-45 વર્ષનાં લોકો 1,10,205 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube