Corona Update: 24 કલાકમાં 1598 લોકો થયા કોરોના સંક્રમિત, 15ના મોત
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1598 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વધુ 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1598 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વધુ 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1523 લોકોએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 206714 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાથી 3953 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. તો 1 લાખ 87 હજાર 969 લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે.
અમદાવાદમાં વધી રહ્યો છે મૃત્યુઆંક
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 15 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 10 લોકોના મૃત્યુ થયા છે. તો સુરતમાં 2 અને ગાંધીનગરમાં 1, રાજકોટમાં 1 અને વડોદરામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી મૃત્યુઆંક વધી ગયો છે.
રાજ્યમાં નવા કેસની વિગત
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં નવા 332 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 228, વડોદરામાં 138, રાજકોટ શહેર 98, સુરત ગ્રામ્ય 56, બનાસકાંઠા 58, પાટણ 50, રાજકોટ ગ્રામ્ય 53, મહેસાણા 43, વડોદરા ગ્રામ્ય 41, આણંદ 25, ગાંધીનગર ગ્રામ્ય 37, જામનગર શહેર 30, ખેડા 32, ભરૂચ 19, પંચમહાલ 24, ગાંધીનગર શહેર 30, અમદાવાદ ગ્રામ્ય 25, સુરેન્દ્રનગર 13 અને ભાવનગર શહેરમાં 21 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 2 લાખ 6 હજાર 714 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 14792 છે, જેમાં 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 1 લાખ 87 હજાર 969 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 69,887 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 76 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની તારીખે કુલ 5 લાખ 16 હજારથી વધુ લોકો ક્વોરેન્ટાઈન છે. રાજ્યનો રિકવરી રેટ 90.93 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube