ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો આંકડો ખુબ જ ઝડપથી ઘટી રહ્યો છે. રોજે રોજ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 1646 કેસ જ નોંધાયા છે. તો બીજી તરપ 3955 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 11,87,249 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.80 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,28,507 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ 15972 દર્દી એક્ટિવ છે. જે પૈકી 103 નાગિરકો વેન્ટિલેટર પર છે. જ્યારે 15869 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 1187249 દર્દીઓ ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે 10795 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે 20 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. ભાવનગરમાં 2,     દાહોદમાં 1, પંચમહાલ 1, ભરૂચમાં 2, સાબરકાંઠામાં 1, મહેસાણામાં 1, સુરતમાં 3,  વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 5 નાગરિકોનાં મોત થઇ ચુક્યો છે.     


હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 ને પ્રથમ અને 34 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3307 ને પ્રથમ અને 11116 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 16888 ને પ્રથમ અને 62385 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના  16464 ને પ્રથમ અને 82993 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 35302 ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. 2,28,507 કુલ ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 10,09,45,564 ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube