ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો કોરોનાનો આંકડો, ઉતરાયણની મોજ બાદ હવે કોરોનાની ફોજ
ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 17,119 કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના 7883 દર્દીઓ જ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,66,338 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 90.61 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,17,089 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી લહેર સમયે 14605 કેસ આવ્યા હતા તે હાઇએસ્ટ આંકડો હતો. જો કે આજે આ રેકોર્ડ પણ તુટી ગયો છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 17,119 કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના 7883 દર્દીઓ જ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,66,338 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 90.61 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,17,089 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી લહેર સમયે 14605 કેસ આવ્યા હતા તે હાઇએસ્ટ આંકડો હતો. જો કે આજે આ રેકોર્ડ પણ તુટી ગયો છે.
BHAVNAGAR બની રહ્યું છે ટેક્સચોરીનું હબ, આખા દેશનાં ઉદ્યોગપતિઓ લગાવે છે લાઇનો
રાજ્યમાં આવેલા એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 79600 એક્ટિવ કેસ છે. જે પૈકી 113 નાગરિકો વેન્ટિલેટર પર છે. 79487 સ્ટેબલ છે. 8,66,338 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10174 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 5 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશન 1, વલસાડ 1, સહિત કુલ 10 લોકોનાં મોત નિપજ્યાં છે.
પાણીદાર પ્રદેશ કચ્છ હવે એટલું હરિયાળુ બનશે કે, વિદેશી ખેડૂતો પણ અહીં લગાવશે લાંબી લાંબી લાઇનો
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9ને પ્રથમ 415 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8068 ને પ્રથમ અને 36606 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43302ને રસીનો પ્રથમ અને 104040 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 57420 ડોઝ અપાયા હતા. 67229 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. 3,17,089 કુલ રસીના ડોઝ અપાયા હતા. 9,53,79,500 અત્યાર સુધીમાં રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
(ગુજરાતમાં નવા નોંધાયેલા કેસ,મૃત્યુ, ડીસ્ચાર્જ અને રસીકરણની વિગત)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube