ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યું છે. ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1,83,070 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોનો દર 94.40 ટકાએ પહોચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1871 કેસ નોંધાયા છે. જ્યારે 5146 દર્દીઓ કોરોનામાંથી સાજા પણ થયા. અત્યાર સુધીમાં 7,62,270 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ 35,403 કુલ એક્ટિવ કેસ છે. જ્યારે 521 લોકો વેન્ટિલેટર પર છે. 34,882 દર્દીઓ સ્ટેબલ છે. 7,62,270 દર્દીઓને અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 9815 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે 25 લોકોનાં મોત નિપજ્યાં છે. 


રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 2544 લોકોને પ્રથમ ડોઝ અને 3254 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના પ્રથમ ડોઝ 43874 લોકોને પ્રથમ ડોઝ અને 21555 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના કુલ 1,11,843 લોકોને રસીનો ડોઝ અપાઇ ચુક્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube