GUJARAT CORONA UPDATE: 1883 નવા કેસ,5005 સાજા થયા, 14 ના મોત
ગુજરાતમાં હવે કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 1883 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 5005 દર્દીઓ સાજા પણ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 11,83,294 દર્દી સાજા થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 97.60 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોના રસીકરણ મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,06,636 રસીના ડોઝ અપાયા હતા.
અમદાવાદ : ગુજરાતમાં હવે કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 1883 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 5005 દર્દીઓ સાજા પણ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 11,83,294 દર્દી સાજા થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 97.60 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોના રસીકરણ મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,06,636 રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 18301 એક્ટિવ કેસ છે. જે પૈકી 105 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 18196 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1,18,3294 સાજા થઇ ચુક્યાં છે. 10775 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 14 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24 ને પ્રથમ અને 48 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્,થી વધારેની ઉંમરના 3312 ને પ્રથમ 10320 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17574 ને પ્રથમ અને 52075 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 14987ને પ્રથમ અને 66574 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 41722 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં 2,06,636 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.