ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. ગુજરાતમાં દર કલાકે 100 લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 2410 કેસ નોંધાયા છે. ત્યાં બીજી તરફ, મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના આજથી શ્રીગણેશ થશે. એક તરફ વેક્સીનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે, તો બીજી તરફ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં 8959 પોઝિટિવ આવનારાઓમાંથી વેક્સીન લેનારા 236 લોકો છે. વેકસીનનો એક ડોઝ લીધા છતાં 230 લોકો કોરોના સંક્રમિત થયા છે. તો બે ડોઝ પછી 6 લોકો સંક્રમિત થયા છે. તેથી સુરતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, અમદાવાદની એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ માં 8 બાળકો કોરોના પોઝિટિવ આવતા હળભળાટ મચી ગયો છે. જે બતાવી રહ્યું છે કે, હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો દેખાવાનું શરૂ થઈ ગયું છે. પીડિયાટ્રિક વોર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં રોજના 5 થી 6 બાળકો સારવાર માટે આવી રહ્યાં છે. આથી હવે પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની સારવાર માટે નવુ એનકોઝર ઉભુ કરાયું છે. આઈસોલેશન ફેસિલિટી ઉભી કરાઈ છે. તો બીજી તરફ, શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ 25 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યાના મંડાણ દેખાઈ રહ્યાં છે. 


1 કલાક 11 મિનિટની સ્પીચમાં લવ જેહાદ પર ગૃહરાજ્ય મંત્રીએ કર્યાં સ્ફોટક નિવેદનો


નવજાત બાળકો પણ કોરોના સંક્રમિત થયા 
વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે જણાવ્યું હતું કે, પરિવારના સદસ્યોને પગલે હવે બાળકોને પણ કોરોનાને ચેપ લાગી રહ્યો છે. રોજના પાંચથી છ બાળકો કોરોના સંક્રમિત આવલી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન 15 દિવસના નવજાત જોડિયા બાળકો પણ કોરોના સંક્રમિત થતાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. જેઓની હાલત હાલ સુધારા ઉપર છે. 


અતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ દિવસે અતુલ વેંકરીયાની કારથી દીકરી કચડાઈ
  
ZEE 24 કલાકના અહેવાલ બાદ અમદાવાદનું રેલેવે તંત્ર સફાળું જાગ્યું છે. ZEE 24 કલાકે અહેવાલ પ્રસારીત કરતા અમદાવાદના કાલુપુર રેલેવે સ્ટેશન પર તપાસ  હાથ ધરવામાં આવી છે. બહારથી આવતા પ્રવાસીઓના રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે.જેમાં RT-PCR રિપોર્ટ હશે તો જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો. મહત્વનું છે આજથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદના કાલુપુર રેલેવે સ્ટેશન પર કોઈ જ પ્રકારીની તપાસ કરવામાં નહોંતી આવી રહી. પ્રવાસીઓ બેરોકટોક અવર-જવર કરી રહ્યા હતા. જેનો ZEE 24 કલાકે અહેવાલ પ્રસારીત કર્યો હતો. જેથી રેલવે તંત્ર સફાળું જાગ્યું અને કાલુપુર રેલવે સ્ટેસન પર નિયમોનું અમલીકરણ શરૂ કર્યું.


લવ-જેહાદ બિલ રજૂ કરતા ગૃહરાજ્યમંત્રી બોલ્યા, ‘મારી જિંદગીનું મોટામાં મોટું કામ થયું હોવાનું મને આજે લાગ્યું’


સુરતમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સૌથી મોટા ટેક્સટાઈલ માર્કેટ અને ડાયમંડ માર્કેટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે અને લોકોની અવરજવર રહે છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા વધી જાય છે. સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દર અઠવાડિયે ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.