GUJARAT CORONA UPDATE: 20 નવા કેસ,17 રિકવર થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઓછા નોંધાા હતા. નવા વર્ષે કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,387 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ તહેવારો છતા પણ 4365 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઓછા નોંધાા હતા. નવા વર્ષે કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,387 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ તહેવારો છતા પણ 4365 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
હાલ ગુજરાતમાં કુલ 223 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 219 નાગરિકો સ્ટેબલ છે. 8,16,387 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10090 નાગરિકોનાં મોત થયા છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. બીજી તરફ વડોદરા કોર્પોરેશમાં 7, જુનાગઢમાં 4, વલસાડમાં 4, અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં 2-2 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 74 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 300 નાગરિકોને રસીનો પ્રથમ, 941 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 289 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2761 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4365 રસીના ડોઝ અપાયા હતા. 71544976 કુલ નાગરિકોનું રસીકરણ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube