ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થઇ રહ્યો છે. કોરોનાના રાજ્યમાં આજે માત્ર 20 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે. 8,15,556 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓ 98.76 ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત 6,35,197 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 133 એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી 03 વેન્ટિલેટર પર છે. 133 દર્દીઓ સ્ટેબલ છે. 8,15,556 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10082 દર્દીઓનાં મોત થયા છે. આ ઉપરાંત કોરોનાને કારણે આજે એકપણ દર્દીનું મોત થયું નથી. તો બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 


રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 22 વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ અને 4137 વર્કર્સને રસીનો બીજો ડોઝ આપના દિવસમાં અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 79013 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 89795 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2,15,644 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 246586 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ સાથે આજના દિવસમાં કુલ 6,35,197 નાગરિકોનું આજે રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 5,79,90,925 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube