GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 18 દર્દી રિકવર, વલસાડમાં એક મોત
રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,33,309 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. 177 સ્ટેબલ છે. 8,15,794 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં એક વ્યક્તિનું મોત થયું છે. વલસાડમાં કુલ 5 કેસ આવ્યા છે, અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ આવ્યા છે, સુરત કોર્પોરેશનમાં 4 કેસ આવ્યા છે, સુરત અને વડોદ્રા કોર્પોરેશનમાં 2-2 કેસ આવ્યા છે, ખેડા અને મહેસાણામાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 21 કેસ આવ્યા છે.
અંબાજી જતા યાત્રીઓ માટે માઠા સમાચાર, ચાચર ચોકમાં નહીં રમી શકો ગરબા પરંતુ...
રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 10 ને પ્રથમ જ્યારે 2947 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 28004 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 61618 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 90644 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,50,086 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 3,33,309 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 6,28,55,962 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube